Mansukh mandavia

Big announcement for farmers: ખાતરના વધતાં ભાવને લઈને કેન્દ્રિય મંત્રીએ કરી મોટી જાહેરાત, ખેડૂતોને મોટી રાહત આપવા સબસીડીમાં કર્યો વધારો

Big announcement for farmers: ખેડૂતોને મોટી રાહત આપતા તેમણે જણાવ્યુ કે નવા વધારેલા ભાવ પ્રમાણે સબસિડીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, 18 ઓક્ટોબરઃ Big announcement for farmers: ખાતરના ભાવ અંગે કેન્દ્રીય મંત્રીનું નિવેદનખાતરના ભાવ વધતા સબસિડી વધારવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાતરના ભાવ વધી ગયા છે. આ વધતા ભાવ વધારા વચ્ચે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી, ખેડૂતોને મોટી રાહત આપતા તેમણે જણાવ્યુ કે નવા વધારેલા ભાવ પ્રમાણે સબસિડીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. કેટલીક કંપનીએ ખાતરમાં ભાવ વધારો કર્યો હતો જે પાછો ખેચવા સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Morari Bapu announces aid to victims trapped in Kerala: કેરળમાં વિનાશક પૂરથી પીડિતો માટે બાપુએ 1.25 લાખની સહાયની કરી જાહેરાત

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેંદ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. કેંદ્ર સરકારે સબસિડીની રકમ વધારી દીધી છે એટલે ખેડૂતો પર વધારાનો બોજો નહીં પડે. વાવાઝોડુ, અતિવૃષ્ટિથી તબાહ થયેલા ખેડૂતોને નુકસાનીનું હજુ સુધી વળતર ચૂકવાયું નથી. રવિ સિઝન પૂર્વે રાસાયણિક ખાતરના ભાવમાં પ્રતિ બેગ રૂપિયા 265નો વધારો ઝીંકી દેવાતા ખેડૂતો ગુસ્સે ભરાયા હતા.

આ સાથે ભાજપની જ ભગીની સંસ્થા કિસાન સંઘ અને કિસાન કૉંગ્રેસ સહિતના ખેડૂત સંગઠનોએ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. વિરોધના પગલે સરકારે નમતુ લીધુ અને કહ્યું હતું કે કંપનીઓને ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવાની સૂચના આપી દીધી છે. કેટલાક ખાતરોની બહારથી આયાત કરવી પડે છે. NPKમાં કેટલીક કંપનીઓએ MRP 1700 રૂપિયા કરી હતી. આવી કંપનીઓને અમે કિંમત ઓછી કરવા સૂચના આપી દીધી છે.

આ પણ વાંચોઃ Ranjit singh murder case: રંજીત સિંહ મર્ડર કેસમાં ગુરમીત રામ રહીમ સહિત 5 દોષીઓને આજીવન કેદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj