Ranjit singh murder case

Ranjit singh murder case: રંજીત સિંહ મર્ડર કેસમાં ગુરમીત રામ રહીમ સહિત 5 દોષીઓને આજીવન કેદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Ranjit singh murder case: સજાના એલાન પહેલા હરિયાણાના પંચકૂલા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરતા કલમ-144 લાગુ કરી દેવાઈ છે

નવી દિલ્હી, 18 ઓક્ટોબરઃ Ranjit singh murder case: ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમને હત્યાના કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે સોમવારે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ સિવાય ચાર અન્યને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. રામ રહીમ અને અન્યને વર્ષ 2002માં પૂર્વ ડેરા મેનેજર રંજીત સિંહની હત્યાના કેસમાં 8 ઓક્ટોબરે દોષી ઠેરવ્યા હતા. સજાના એલાન પહેલા હરિયાણાના પંચકૂલા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરતા કલમ-144 લાગુ કરી દેવાઈ છે.

ઓગસ્ટ 2017ની હિંસાને જોતા રામ રહીમ સાથે જોડાયેલા કોઈ પણ કેસમાં સુનાવણી કે પછી સજાના એલાન પહેલા સુરક્ષા વ્યવસ્થાને વધારી દેવાય છે. વર્ષ 2017માં બળાત્કારના કેસમાં રામ રહીમને દોષી ઠેરવ્યા બાદ 36 લોકો માર્યા ગયા હતા. ગઈ સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટથી ડેરા પ્રમુખ માટે મોતની સજાની માગ કરવામાં આવી હતી. પોતે રામ રહીમે રોહતક જેલમાંથી વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા દયાની અરજી કરી હતી. રામ રહીમ જેલમાં બે અનુયાયીઓની સાથે બળાત્કાર કરવા માટે 20 વર્ષી સજા કાપી રહ્યા છે. રામ રહીમે કોર્ટની સામે દયાની અરજી લગાવતા બ્લડ પ્રેશર, આંખ અને ગુર્દા સંબંધિત પોતાની બીમારીઓનો પણ હવાલો આપ્યો હતો. 

આ પણ વાંચોઃ Drug Case: NCBએ બોલીવુડમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી, આર્યન ખાન-રિયા ચક્રવર્તીના કેસમાં આ મળ્યા કનેક્શન

સીબીઆઈએ ડેરા પ્રમુખની અરજીનો વિરોધ કરતા કહ્યુ હતુ કે પીડિતે તેને ભગવાનની જેમ માન્યા અને આરોપીએ તેમના વિરૂદ્ધ ગુનો કર્યો. એજન્સીએ એ પણ કહ્યુ કે તેમનો ગુનાકીય ઈતિહાસ રહ્યો છે. એવામાં એજન્સીએ રામ રહીમ વિરૂદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ વધારે સજાની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રંજીત સિંહની વર્ષ 2002માં 10 જુલાઈએ હત્યા કરી દીધી હતી. આ કેસની તપાસ CBIએ કરી અને સમગ્ર કેસ સીબીઆઈની વિશેષ કોર્ટમાં જ ચાલ્યો. ઘટનાના 19 વર્ષ વીત્યા બાદ આ મહિનાની શરૂઆતમાં રામ રહીમ સહિત પાંચ લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કેસની સમગ્ર ચર્ચા 12 ઓગસ્ટે પૂરી કરી દેવાઈ હતી.

સીબીઆઈએ ત્રણ ડિસેમ્બર 2003એ આ કેસમાં FIR નોંધી હતી. રામ રહીમને એક પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં ઉંમરકેદની સજા સંભળાવી હતી. તેઓ રોહતકની સુનારિયા જેલમાં સજા સંભળાવ્યા ગયા બાદથી જ બંધ છે.

આ પણ વાંચોઃ kashmir killings triggers exodus of migrant labourers: આતંકી હુમલાઓના ભયથી પ્રવાસી મજૂરોમાં કાશ્મીર છોડીને પરત વતન તરફ

Whatsapp Join Banner Guj