Biology student: ટેકનિકલ શિક્ષણના પ્રવેશના નિયમોમાં ફેરફાર, બાયોલોજીનો સ્ટુડન્ટ પણ બની શકશે એન્જિનિયર- વાંચો સંપૂર્ણ માહિતી
Biology student: નવા નિયમો-પ્રવેશ લાયકાતો મુજબ ફીઝિક્સ, કેમિસ્ટ્રી સાથે મેથ્સ ઉપરાંત બાયોલોજી સાથે ધો.૧૨ પાસ થયેલા વિદ્યાર્થીને પણ પ્રવેશ આપવા છુટ અપાઈ
ગાંધીનગર, 28 જૂનઃ Biology student: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આ વર્ષથી લાગુ કરાયેલા ઈજનેરી પ્રવેશના નવા નિયમો-પ્રવેશ લાયકાતો મુજબ ફીઝિક્સ, કેમિસ્ટ્રી સાથે મેથ્સ ઉપરાંત બાયોલોજી સાથે ધો.૧૨ પાસ થયેલા વિદ્યાર્થીને પણ પ્રવેશ આપવા છુટ અપાઈ છે.
જેથી ગુજરાત સરકાર પણ પોતાના ટેકનિકલ શિક્ષણના પ્રવેશના નિયમોમાં ફેરફાર કરી બાયોલોજીના વિદ્યાર્થી(Biology student)ને પ્રવેશની છુટ આપવા વિચારણા કરી છે. આ મુદ્દે સરકારની કમિટીની બેઠકમાં પણ ચર્ચા થવાની શક્યતા છે. કાઉન્સિલે મલ્ટી ડિસ્પ્લિનરી એન્જિનિયરિંગ કોર્સીસ પર ખાસ ભાર મુક્યો છે .તાજેતરમાં ટેકનિકલ કોલેજો-કોર્સીસ માટે જાહેર કરવામાં આવેલા નવા રૃલ્સ હેન્ડ બુકની જોગવાઈઓ મુજબ ઈજનેરીમાં પ્રવેશની લાયકાત માટે બાયોલોજી સબ્જેકટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાઉન્સિલ દ્વારા કોમ્પ્યુટેશનલ બાયોલોજી, બાયો ટેકનોલોજી, બાયો મેડિકલ, મેકાટ્રોનિક્સ, સ્પેસ ,એરોસ્પેસ, એગ્રિકલ્ચર અને એન્વાયરોમેન્ટ એન્જિનિયરિંગ સહિતના કોર્સીસને પણ ભણાવવા ખાસ ભલામણ કરવામા આવી છે. એઆઈસીટીઈ દ્વારા સિવિલ, મિકેનિકલ, કેમિકલ ઈજનેરી સહિતની કન્વેન્શનલ -પરંપરાગત બ્રાન્ચની બેઠકો ઘટાડી આ બ્રાંચની બેઠકોને કન્વર્ટ કરવા માટે પણ કોલેજોને ભલામણ કરવામા આવી છે.
ધો.૧૨ સાયન્સ પછીના ચાર વર્ષના ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની લાયકાતોમાં ફીઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ તેમજ કોમ્પ્યુટર સાયન્સ સબ્જેકટ સહિતના મુખ્ય વિષયો ઉપરાંત બાયોલોજી વિષયનો પણ સમાવેશ કરાયો છે. ડિગ્રી ઈજનેરી ઉપરાંત ડિપ્લોમા ઈજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટે અને ઈન્ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ માટે પણ બાયોલોજી(Biology student) વિષયને ખાસ છુટ આપવામા આવી છે.
આ પણ વાંચોઃ Primary school: કોવિડ નિયંત્રણોને લીધે શાળા પ્રવેશોત્સવ યોજી ના શકાયો તો આ રીતે બાળકોને આવકાર આપ્યો!
કાઉન્સિલ દ્વારા બાયોલોજી(Biology student) વિષય સાથે ચાલુ વર્ષથી ઈજનેરી પ્રવેશની છુટ અપાઈ છે પરંતુ તમામ રાજ્યોમાં અને સમગ્ર દેશમાં તેનો આ વર્ષથી જ અમલ થશે કે કેમ તે પ્રશ્ન છે. બાયોલોજીના વિદ્યાર્થીને ઈજનેરીમાં પ્રવેશ મુદ્દે અગાઉ વિવાદ પણ થઈ ચુક્યો છે .જો કે એઆઈસીટીઈ દ્વારા આ નિયમ ફરજીયાત કરાયો નથી. માત્ર છુટ અપાઈ છે જેથી જે તે રાજ્ય સરકારના પોતાના પર છે કે તે પ્રવેશના નિયમમાં ફેરફાર કરવા ઈચ્છે છે કે કેમ અને જે તે યુનિ.પણ પ્રવેશ આપવા ઈચ્છે તો આપી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ધો.૧૨ સાયન્સ પછી ઈજનેરી પ્રવેશ માટે નિયમો, લાયકાતો અને મેરિટ સહિતની બાબતો મુદ્દે નિયમો નક્કી કરવા ૧૧ સભ્યની કમિટી રચાઈ છે ત્યારે આ કમિટીમાં બાયોલોજી સ્ટુડન્ટ(Biology student)ને ઈજનેરીમાં પ્રવેશ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ નિયમ લાગુ કરાય તો બી ગ્રૂપના વિદ્યાર્થીઓ કે જેઓ મેડિકલમાં પ્રવેશ ન મળતા ના છુટકે બીએસસી, ફાર્મસી અને પેરામેડિકલમાં પ્રવેશ લેતા હોય છે તો તેઓને ઈજનેરી અભ્યાસનો એક વિકલ્પ મળશે અને ઈજનેરીની ખાલી રહેતી બેઠકો પણ ભરાશે. આજે સોમવારે સરકારની કમિટીની પ્રથમ બેઠક પણ મળનાર છે.
