modi cabinet meeting2 1024x683 1

Cabinet reshuffle: આ તારીખે બેઠકમાં કેબિનેટમાં ફેરફાર અંગે PM મોદી મંત્રીઓને આપશે જાણકારી- વાંચો વિગત

Cabinet reshuffle: મોદી જુલાઈમાં 15 મંત્રીઓને કરશે રવાના, નવા 27 મંત્રીઓના નામનું લિસ્ટ જાહેર

નવી દિલ્હી, 28 જૂનઃ Cabinet reshuffle: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ફેરફારની વાતો લાંબા સમયથી ચાલી રહી છે ને સમયાંતરે નવી વાતો બહાર આવ્યા કરે છે. હવે એવી વાત બહાર આવી છે કે, મોદી મંત્રીમંડળમાં જુલાઈના પહેલા અઠવાડિયે ચોક્કસ ફેરફાર થશે અને ૨૭ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળશે.

મોદી હાલના મંત્રીમંડળમાંથી ૧૫ મંત્રીને રવાના કરશે તેથી મંત્રીઓની વર્તમાન સંખ્યામાં ૧૨નો ચોખ્ખો વધારો થશે. આ ૨૭ નવા ચહેરા ક્યા હશે તેમનાં નામ પણ ફરતાં થયાં છે. મોદીએ લદાખ અને કારગિલના નેતાઓ સાથે ચર્ચા કરવા માટે ૧ જુલાઈએ બેઠક બોલાવી છે.

Whatsapp Join Banner Guj

આ અંગે ચર્ચા કરવા મોદી કેબિનેટની ૩૦ જૂને બેઠક મળવાની છે. આ બેઠકમાં કેબિનેટમાં ફેરફાર અંગે મોદી મંત્રીઓને જાણ કરશે અને ક્યા-ક્યા મંત્રીઓને રવાના કરાશે તેની માહિતી પણ આપી દેશે.

મીડિયાને મળેલી માહિતી અનુસાર, ભાજપ સંગઠન અજ્ઞાન દર્શાવી રહ્યું છે. તેમનો દાવો છે કે, મોદી સરકારમાં બધું પીએમઓના અધિકારીઓ જ નક્કી કરે છે ને પક્ષને વિશ્વાસમાં લેવાતો જ નથી.

આ પણ વાંચોઃ Biology student: ટેકનિકલ શિક્ષણના પ્રવેશના નિયમોમાં ફેરફાર, બાયોલોજીનો સ્ટુડન્ટ પણ બની શકશે એન્જિનિયર- વાંચો સંપૂર્ણ માહિતી