exam student 1

Gujarat education department announced New SOP: ગુજરાતની સ્કૂલોમાં કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગે નવી SOP જાહેર કરી- વાંચો વિગત

Gujarat education department announced New SOP: ધો. 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના

ગાંધીનગર, 20 ડિસેમ્બરઃGujarat education department announced New SOP: ગુજરાતમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ થઈ ગયું છે. ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહ્યાં છે. બીજી બાજુ રાજ્યમાં ઓમિક્રોનનો હાહાકાર મચાવી રહ્યો છે. તેની સાથે વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે શિક્ષણ વિભાગે હવે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુજરાતમાં વધતા કોરોના-એમિક્રોનના કેસ સામે સ્કૂલો બંધ રાખવાની માગ થઇ રહીં છે. તેને આડકતરીરીતે ફગાવી દેતા કહ્યું હતુ કે, કોરોના સામે હિંમતથી લડવાનું છે, તકેદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે.

ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. તેમજ ઓમિક્રોનની દહેશત પણ વધી રહી છે. આ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી વાલી મંડળની માંગ છે કે ગુજરાતની શાળાઓમાં ભણતો વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો હોસ્પિટલ અને મેડિકલનો ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવે. તે ઉપરાંત સરકાર તાત્કાલિક શાળાઓમાં ચેકિંગ ચાલુ કરાવીને નવી ગાઈડલાઈનનું પાલન કરાવે. તેમજ ઘોરણ 1થી12ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લે.

આ પણ વાંચોઃ Paper leak case: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયા હોવાનો ખુલાસો

ધો. 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના

  1. તમામ સ્ટાફ દ્વારા વેક્સિનના બંન્ને ડોઝ સુનિશ્ચિત કરવું.
  2. કોઇપણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
  3. વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરવાની રહેશે.
  4. વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં સંક્રમણ જણાય તો શાળાએ મોકલવું નહીં.
  5. શાળાએ ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે.
Whatsapp Join Banner Guj