PM Modi inaugurates vande bharat train: PM મોદી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરીને કાલુપુર પહોંચ્યા, મેટ્રો ટ્રેનને આપી લીલી ઝંડી

PM Modi inaugurates vande bharat train: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલી ઝંડી બતાવી છે. પીએમ મોદી ફેઝ-1ના ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે થલતેજથી વસ્ત્રાલ સુધીનો છે તે કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે

અમદાવાદ, 30 સપ્ટેમ્બર:PM Modi inaugurates vande bharat train: દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે  ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપીને અમદાવાદ જવા ટ્રેનમાં બેસ્યા હતા. ટ્રેનમાં સવાર થઈને પીએમ મોદી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ સાથે જ અમદાવાદીઓને નવી ભેટ મળી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેનમાં કર્મચારીઓ સાથે ખુલ્લા દિલે મળ્યા અને ચર્ચા કરી હતી. ઼

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલી ઝંડી બતાવી છે. પીએમ મોદી ફેઝ-1ના ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે થલતેજથી વસ્ત્રાલ સુધીનો છે તે કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી મેટ્રોને લીલી ઝંડી બતાવીને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા નીકળી ગયા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ મેટ્રોના ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં કુલ 17 સ્ટેશન આવશે. જેમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, અને કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે. અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુનો છે. 2014થી અત્યાર સુધી 910 લાખ માનવ દિવસ રોજગારનું સર્જન થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ અને નિકાસ પોઈન્ટ છે. મેટ્રોની રાહ જોતા અમદાવારીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. 2 ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન અમદાવાદીઓ માટે દોડતી થઈ જશે. 

આ પણ વાંચોઃ Bumper discount on TVS bike: TVSનું વાહન લેવાનું વિચારો છો તો જલદી કરો, 6 હજારમાં ઘરે લાવો 70 હજારની આ બાઇક- 8000નું વધારાનું ડિસ્કાઉન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત એક્સપ્રેસને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેના બાદ તેમણે ટ્રેનની મુસાફરી માણી હતી. આ દરમિયાન તેમણે ગાંધીનગરથી અમદાવાદ સુધીના રુટમાં અનેક લોકો સાથે વાતચીત કરી હીત. જેમાં રેલવેના કર્મચારીઓ, મહિલા બિઝનેસ પર્સનાલિટી, તથા યંગસ્ટર્સ અને સાથી મુસાફરો સાથે દિલ ખોલીને વાત કરી હતી. 

આ પહેલા તેમણે આખી વંદેભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યુ હતું. વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ એટલે કે ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેકનિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

ટ્રેનની વિશેષતાની વાત કરીએ તો, વંદે ભારત એક્સપ્રેસ 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે. એસીના મોનિટરિંગ માટે કોચ કન્ટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ, અને કન્ટ્રોલ સેન્ટર તેમજ મેઇન્ટેનન્સ સ્ટાફની સાથે કોમ્યુનિકેશન તેમજ ફીડબેક માટે GSM / GPRS જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસવાળા બાયો વેક્યુમ ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Non-BJP-ruled states issued a notification: PFI પર પ્રતિબંધ બાદ, બે બિન-ભાજપ શાસિત રાજ્યોએ જાહેરનામું બહાર પાડ્યું- વાંચો વિગત

Gujarati banner 01