C.R.Patil 1

C.R.Patil gave a statement regarding the election: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો અંગે સી.આર.પાટીલે આપ્યુ મહત્વનું નિવેદન

C.R.Patil gave a statement regarding the election: પાટીલે આ વખતે 10-12 દિવસ વહેલા ચૂંટણી યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરી

ગાંધીનગર, 26 સપ્ટેમ્બરઃC.R.Patil gave a statement regarding the election: કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. ચૂંટણી પંચની ટીમે ભાજપ અને કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી અને બંને પક્ષ દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ચૂંટણીની તારીખો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. 

પાટીલે આ વખતે 10-12 દિવસ વહેલા ચૂંટણી યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે નવેમ્બર મહિનાના અંત સુધીમાં ચૂંટણી પણ પૂર્ણ થઈ જશે તેવો મત દર્શાવ્યો હતો. 

પાટીલે કહ્યું હતું કે, નવેમ્બર મહિનાના એન્ડ સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય એવું મને લાગે છે. વર્ષ 2012-2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે 10થી 12 દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારૂ માનવું છે. જોકે મને કોઈએ આવું કહ્યું નથી. મારી સાથે કોઈની વાત નથી થઈ. હમણાં પત્રકાર મિત્રો બ્રેકિંગ ચલાવી દેશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી દીધી, પરંતુ ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી.

Advertisement

આ પણ વાંચોઃ jacqueline granted interim bail: 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ જેકલિનને મળ્યા વચગાળાના જામીન

આ પણ વાંચોઃ Distribution of employment appointment letter: CM ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કર્યા

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Advertisement