jacqueline granted interim bail

jacqueline granted interim bail: 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ જેકલિનને મળ્યા વચગાળાના જામીન

jacqueline granted interim bail: એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે કહ્યું હતું કે જ્યાં સુધી આનો જવાબ મળતો નથી, ત્યાં સુધી તેની રેગ્યુલર બેલ કોર્ટમાં પેન્ડિંગ રહેશે

મનોરંજન ડેસ્ક, 26 સપ્ટેમ્બરઃ jacqueline granted interim bail: 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝને દિલ્હીની પટિયાલા કોર્ટે 50 હજાર રૂપિયાના બેલ બૉન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે. 26 સપ્ટેમ્બરના રોજ જેકલિન વકીલના કપડાં પહેરીને કોર્ટમાં આવી હતી. ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના ખંડણી કેસમાં જેકલિન મહત્ત્વની સાક્ષી છે.

જેકલિનની જામીન અરજી અંગે કોર્ટે ED પાસે જવાબ માગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે કહ્યું હતું કે જ્યાં સુધી આનો જવાબ મળતો નથી, ત્યાં સુધી તેની રેગ્યુલર બેલ કોર્ટમાં પેન્ડિંગ રહેશે. આ કેસની આગામી સુનાવણી 22 ઓક્ટોબરના રોજ થશે.

આ પણ વાંચોઃ Distribution of employment appointment letter: CM ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કર્યા

આ કેસમાં EDએ 17 ઓગસ્ટના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં જેકલિનને આરોપી બતાવવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે જેકલિનને સમન્સ મોકલ્યું હતું. તે સમયે જ એક્ટ્રેસે જામીન માટે અરજી કરી હતી. થોડાં સમય પહેલાં જ આર્થિક ગુના શાખાની ટીમે જેકલિનની સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી છે.

આ પણ વાંચોઃ Manish Sisodia visited the cowshed: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બનાસકાંઠામાં ગૌશાળાની મુલાકાત લીધી

Gujarati banner 01