smriti irani drive activa in gujarat

Gujarat gaurav yatra 2022: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ટુવ્હિલર ચલાવી ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયા- વિપક્ષ પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

Gujarat gaurav yatra 2022: નામ લીધા વગર કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ નેતાને ગાંધી પરિવારે સાઈડ લાઈન કરી દીધા છે

ગાંધીનગર, 19 ઓક્ટોબરઃ Gujarat gaurav yatra 2022: ગુજરાત ગૌરવ યાત્રા લઈને આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આંકલાવ ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા તેઓએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે નામ લીધા વગર કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ નેતાને ગાંધી પરિવારે સાઈડ લાઈન કરી દીધા છે. જે નેતાને કૉંગ્રેસ નાં ગણતી હોય તેમને આપણે શા માટે ગણવા જોઈએ.

અહીંયા સ્મૃતિ ઈરાની એક્ટિવા હંકારી ગૌરવ યાત્રામાં જોડાયા હતા.બોરસદ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચતા યાત્રાનું સન્માન કરાયું હતું. અહીંયા તેઓએ જાહેર સભાને સંબોધી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે હું આણંદથી અમેઠી ગઈ હતી અને અમેઠી બાદ હવે બોરસદની બેઠક ભાજપને આપવાની છે.આંકલાવ ખાતે મોટી સંખ્યાડ ગામના 184 કાર્યકરો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ 7 employees honored by DRM: રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 7 કર્મચારીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

આ પણ વાંચોઃ Change in train number: 17 જાન્યુઆરી 2023થી અમદાવાદ-યશવંતપુર એક્સપ્રેસનાં ટ્રેન નંબરમાં ફેરફાર

Gujarati banner 01