વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે, આ રહેશે કાર્યક્રમ
નવી દિલ્હી, 18 મેઃ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણુ નુકશાન થયું છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી(PM modi) આવવાના છે. વડાપ્રધાન દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી મેળવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન આવતી કાલે એટલે કે બુધવાર 19મે 2021ના રોજ 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ ઉના, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારો અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન(PM modi) અમદાવાદમાં એક રિવ્યૂ બેઠક કરશે. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન(PM modi) ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી તેમજ રાજ્ય ના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ થી હવાઈ માર્ગે નવી દિલ્હી જશે

આ પણ વાંચો…..
Cyclone Tauktae in Gujarat: વાવાઝોડામાં થયેલા નુકસાન વિશે, સીએમ રુપાણીએ આપી વિગતે માહિતી
