75th Constitution Day

75th Constitution Day: રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા 75માં બંધારણ દિવસની ઉજવણી

google news png

રાજકોટ, 26 નવેમ્બર: 75th Constitution Day: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાં બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે ડીઆરએમ ઓફિસ રાજકોટ ખાતે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસ્તાવના વાંચીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વધારવાનો સંકલ્પ લીધો હતો.

RJT 75th Constitution Day

અશ્વની કુમારે તમામ રેલ્વે કર્મચારીઓને સંકલ્પ દેવડાવ્યું કે તેઓ ભારતને સંપૂર્ણ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે આ બંધારણને અપનાવશે, ઘડશે અને સમર્પિત કરશે. ડીઆરએમ કચેરી સ્થિત તમામ વિભાગોમાં તેમજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, વાંકાનેર સહિતના તમામ મુખ્ય સ્ટેશનો પર સમાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buyer ads

રેલ્વે મુસાફરો અને રેલ્વે કર્મચારીઓમાં બંધારણ વિશે જાગૃતિ લાવવા માટે ડીઆરએમ ઓફિસ અને મહત્વના સ્થળો પર પોસ્ટર અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) કૌશલ કુમાર ચૌબે, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો