ADI 75th Constitution Day 1

ADI 75th Constitution Day: અમદાવાદ મંડળ માં 75 મો “સંવિધાન દિવસ” ઉત્સાહભેર મનાવવામાં આવ્યો

google news png

અમદાવાદ, 26 નવેમ્બર: ADI 75th Constitution Day: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં 26મી નવેમ્બર 2024ના રોજ 75મો સંવિધાન દિવસ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ મંડળ કાર્યાલય ના અધિકારીઓ અને કર્મચારીઓને ભારતીય સંવિધાનની પ્રસ્તાવના વાંચી સંભળાવી હતી અને સંવિધાન નું પાલન કરવાના શપથ લેવડાવ્યા હતા.

ADI 75th Constitution Day

આ પ્રસંગે, ભારતીય સંવિધાન ની પ્રસ્તાવના અને બંધારણીય મૂલ્યોનું વાંચન કરવામાં આવ્યું હતું: અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા અને તેના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, આસ્થા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકોની સમાનતા પ્રાપ્ત કરવા માટે તથા તે દરેક માં વ્યક્તિ ની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરનારી બંધુત્વને વધારવા માટે દૃઢ સંકલ્પ કરીને આ સંવિધાન ને અપનાવો, ઘડો અને સમર્પિત કરો.

Buyer ads

આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક લોકેશ કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક દયાનંદ સાહુ, વરિષ્ઠ કાર્મિક અધિકારી જીતેશ અગ્રવાલ અને તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો