8 employees of Rajkot division honored: રાજકોટ ડિવિઝનના 8 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત
8 employees of Rajkot division honored: રેલવે સેફટી માં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 8 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત
રાજકોટ, 17 સપ્ટેમ્બર: 8 employees of Rajkot division honored: રેલ્વે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 8 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજરઅશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન) અને ઈજનેરી વિભાગના કર્મચારીઓને ઓગસ્ટ, 2024 મહિનામાં રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મનોજ મીણા (લોકો પાયલટ-ગુડ્સ, હાપા), મુકેશ કુમાર (એરિયા ટ્રેનિંગ સેન્ટર, રાજકોટ-ઈન્ચાર્જ), સંજય મિશ્રા (સ્ટેશન માસ્ટર, ભાટિયા), બિનેશ કુમાર (સ્ટેશન માસ્ટર, ભાટિયા), ગોવિંદ પ્રસાદ બૈરવા (સ્ટેશન માસ્ટર, ભાસ્કરપરા), રાહુલ કુમાર પટેલ (ગેટમેન ગેટ નંબર 69, એન્જિનિયરિંગ), મનીષ કુમાર મીના (સ્ટેશન માસ્ટર, જામવંથલી) અને દેવેન્દ્ર સિંહ (સ્ટેશન માસ્તર, સિંધાવદર). ઉપરોક્ત રેલવે કર્મચારિયોએ ટ્રેકની નજીક ટ્રેનના વ્હીલ નું સ્પાર્કિંગ જોવું, લેવલ ક્રોસિંગ ફાટક પર અસામાન્ય પરિસ્થિતિ જોવી, લેવલ ક્રોસિંગ રેલવે ફાટક પર રોડ વાહનનું અચાનક આગમન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને રેલવે કર્મચારીઓ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
આ રેલ્વે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર.સી.મીણા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર (ટ્રેક્શન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતા.