Train diverted: વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે
Train diverted: જબલપુર ડિવિઝનમાં બ્લોકને કારણે વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે
રાજકોટ, 27 નવેમ્બર: Train diverted: પશ્ચિમ મધ્ય રેલવે જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) અને જબલપુરથી ચાલતી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (11466) ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે.
વેરાવળ સ્ટેશનથી 30.11.2024 અને 02.12.2024 ના રોજ ચાલવા વાળી ટ્રેન સં 11465 વેરાવલ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના જં.-કટની મુરવારા-જબલપુર ને બદલે ડાયવર્ટેડ રૂટ ભોપાલ-ઈટારસી જંક્શન-જબલપુર થઈને ચાલશે.
એ જ રીતે જબલપુરથી 29.11.2024 અને 02.122024ના રોજ ચાલવા વાળી ટ્રેન સં 11466 જબલપુર-વેરાવલ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ જબલપુર-કટની મુરવારા-બીના જં.-ભોપાલ ને બદલે ડાયવર્ટેડ રૂટ જબલપુર-ઈટારસી જંક્શન-ભોપાલ થઈને ચાલશે.
રેલ્વે મુસાફરો આ ટ્રેનના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજને લગતા નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ના અવલોકન કરી શકે છે.