Katra station

Important News for Vaishno devi Passengers: જામનગરથી શ્રી માતા વૈષ્ણોદેવી જતા મુસાફરો માટે મોટા સમાચાર; ટ્રેનના સમયમાં ફેરફાર

Important News for Vaishno devi Passengers: રાજકોટ ડિવિઝનમાં બ્લોકના કારણે બે ટ્રેનોનું સમયપત્રક બદલાયું

google news png

રાજકોટ, 27 મે: Important News for Vaishno devi Passengers: રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે.

આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Rajkot-Bhuj special train cancelled: આ તારીખે રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

વિગતવાર માહિતી નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 28.05.2025 ના રોજ જામનગરથી તેના નિર્ધારિત સમય 08:30 વાગ્યાને બદલે 2 કલાક મોડી એટલે કે 10:30 વાગ્યે ઉપડશે.
  • ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 28.05.2025 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.

ટ્રેનોના સંચાલન સમય વિશે વધુ માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો