wr sanman

new india new station: અમદાવાદ મંડળ પર “નયા ભારત કા નયા સ્ટેશન” સ્પર્ધા ના વિજેતા સ્પર્ધકો માટે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ , ૧૧ ઓગસ્ટ: new india new station: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર કાર્મિક વિભાગ દ્વારા આયોજિત “નયા ભારત કા નયા સ્ટેશન” સ્પર્ધા અંતર્ગત વિજેતા સ્પર્ધકોને મંડળ રેલ પ્રબંધક દીપક કુમાર ઝા દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા.

આ માહિતી આપતા મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું કે તારીખ 14 થી 17 જુલાઈ, 2021 ના ​​સમયગાળા દરમિયાન, “નયા ભારત કા નયા સ્ટેશન” (new india new station) સ્પર્ધા અંતર્ગત અમદાવાદ મંડળ પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં જે પણ સ્પર્ધકો વિજેતા થયા હતા તેમના માટે તારીખ 10 ઓગસ્ટ, 2021 ના ​​રોજ મંડળ રેલ પ્રબંધક કાર્યાલયમાં ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…oily skin care tips: ચોમાસાની સીઝનમાં ચહેરો વારંવાર ઓઈલી થઈ જાય છે, તો ઘરે બનાવો આ ખાસ પેક અને ઓઈલી સ્કિનને કરો બાય બાય….

આ કાર્યક્રમનું ઉદબોધન મંડળ રેલ પ્રબંધક દીપક કુમાર ઝા દ્વારા કરવામાં આવ્યું, અધિકારીગણમાં વરિષ્ઠ કાર્મિક અધિકારી સુનીલ બિશ્નોઇ અને વરિષ્ઠ જનસંપર્ક અધિકારી જીતેન્દ્ર કુમાર જયંત ઉપસ્થિત રહ્યા હતા. ઝા દ્વારા એનઆઈડી, લલિત કલા અકાદમી, કેન્દ્રીય વિદ્યાલય અને નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રેલવે કર્મચારીઓ (new india new station) સહિત 40 વિજેતાઓને પ્રમાણપત્રો અને રોકડ ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા. આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં સ્ટેશન સાથે ફોટો, ફ્રીહેન્ડ ડ્રોઇંગ, સ્લોગન, ડ્રોઇંગ અને સેલ્ફી@સ્ટેશન જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધાના સફળ આયોજનમાં કાર્મિક વિભાગના કર્મચારીઓ રાજેશ ઠાકુર, લલિત ઝા, અનિલ પિલ્લઈ અને સૌરભ ચૌકસે દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી.

Whatsapp Join Banner Guj