oily skin care

oily skin care tips: ચોમાસાની સીઝનમાં ચહેરો વારંવાર ઓઈલી થઈ જાય છે, તો ઘરે બનાવો આ ખાસ પેક અને ઓઈલી સ્કિનને કરો બાય બાય….

oily skin care tips: તમારી સ્કિનને ઓઈલી થતા રોકશે. સાથે તેનાથી ખીલ, ડાઘા અને ઝીણી ફોડલીથી પણ રાહત મળશે

લાઇફ સ્ટાઇલ, 10 ઓગષ્ટઃ oily skin care tips: મોનસૂન સીઝનમાં ફેસ પર બેક્ટેરિયા વધારે થતા હોય છે. તેના કારણે ખીલ થવાની સમસ્યા વધી જાય છે. અને ચોમાસાની સીઝન ભેજવાળું વાતાવરણ હોવાના કારણે સ્કિન ઓઈલી એટલે કે ફેસ પર ચિપચિપું રહ્યા કરતું હોય છે. જેના કારણે ખીલની સાથે સાથે બીજી પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેથી સુંદરતા જાળવી રાખવા માટે ઘરેલું ઉપચાર કરવા પડતા હોય છે. તો આજે તમને એક પેક વિશે જણાવીએ જે તમારી સ્કિનને ઓઈલી થતા રોકશે. સાથે તેનાથી ખીલ, ડાઘા અને ઝીણી ફોડલીથી પણ રાહત મળશે.

આ પણ વાંચોઃ Saif Kareena 2nd baby Name: સૈફીનાની મુશ્કેલી વધી દીકરાના નામના કારણે સો.મીડિયા પર વિવાદ- વાંચો શું રાખ્યું નામ? અને શા માટે થઇ રહ્યો છે વિવાદ

 તો ચાલો જાણીએ પેક બનાવવાની રીત-

  • કોકોનટ મિલ્ક
  • બદામ પાઉડર
  • ચંદન પાઉડર, ચણાનો લોટ, ચોખાનો લોટ-1/2 ચમચી
  • મુલતાની માટી-1/2 ચમચી

બનાવવાની રીત-

સૌથી પહેલા એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, અને જો તેમાં કોકોનટ મિલ્ક નથી તો તમે સૂકા નાળિયેરનો પણ ક્રશ કરીને ઉપયોગ કરી શકો છો. જો તમને પેક વધારે પડતુ ઘટ્ટ લાગે તો તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને પાતળુ બનાવી લો.

આ પણ વાંચોઃ Smart gujarat hackathon: નોડલ સેન્ટર ખાતે 20 ટીમો ભાગ લેશે, જીટીયુની ટીમે નૈસર્ગીક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતું ટ્રેડમીલ બનાવ્યું..!

કેવી રીતે ઉપયોગ કરવો-

  • સૌથી પહેલાં બનાવેલા પેકમાં થોડી કરકરી ખાંડ મિક્સ કરો, તેને ફેસ પર હળવા હાથે મસાજ કરો. પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો. તેનાથી ડેડ સ્કિન નીકળી જશે અને સ્કિન પર ગ્લો આવશે.
  • હવે પેકના જાડા લેયરને ચહેરા અને ગરદન પર લગાવો અને આશરે 10-15 મિનિટ માટે મૂકી દો. થોડા સમય પછી ચેક કરો કે બરાબર સૂકાઈ ગયું છે, તો તેને હાથથી 2-3 મિનિટ મસાજ કરતાં કરતાં સાફ કરો.
  • ચહેરો ક્લીન કર્યા બાદ તમે કોઈ પણ મોઇશ્ચરાઈઝર ક્રીમ કે એલોવેરા જેલ લગાવી શકો. તેનાથી સ્કિન સૂકી નહીં રહે.
  • અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર આ પેકનો ઉપયોગ જરૂર કરવો. જેનાથી તમને ઓઈલી સ્કિનથી ઝડપથી છુટકારો મળશે.
Whatsapp Join Banner Guj