CM Vijay Rupani image

15 august gujarat gov. schedule: રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત

▪ 15 august gujarat gov. schedule: રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે
▪ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

અહેવાલ- દિલીપ ગજજર

ગાંધીનગર, 10 ઓગષ્ટઃ15 august gujarat gov. schedule: રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

આ પણ વાંચોઃ oily skin care tips: ચોમાસાની સીઝનમાં ચહેરો વારંવાર ઓઈલી થઈ જાય છે, તો ઘરે બનાવો આ ખાસ પેક અને ઓઈલી સ્કિનને કરો બાય બાય….

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન(15 august gujarat gov. schedule) કરાવશે તેની વિગત આ મુજબ છે

મંત્રીઓના નામ અને જિલ્લો
કેબિનેટ મંત્રીઓ

  1. આર.સી.ફળદુ- કચ્છ
  2. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-સુરત
  3. કૌશિકભાઇ પટેલ-સાબરકાંઠા
  4. સૌરભભાઇ પટેલ-રાજકોટ
  5. ગણપસિંહ વસાવા-દાહોદ
  6. જયેશભાઇ રાદડીયા- ભાવનગર
  7. દિલીપકુમાર ઠાકોર- ભરૂચ
  8. ઇશ્વરભાઇ પરમાર- ગાંધીનગર
  9. કુંવરજીભાઇ બાવળીયા- મહેસાણા
  10. જવાહર ચાવડા- જામનગર

આ પણ વાંચોઃ Zydus cadila vaccine: ઝાયડસ કેડિલાની વેક્સિનને ટૂંક સમયમાં જ મળી શકે છે મંજૂરી, 12 વર્ષથી વધારે ઉંમરના લોકોને અપાશે ડોઝ- વાંચો વિગત

રાજ્યમંત્રીઓ

  1. પ્રદિપસિંહ જાડેજા- વડોદરા
  2. બચુભાઇ ખાબડ- ખેડા
  3. જયદ્રથસિંહજી પરમાર- સુરેન્દ્રનગર
  4. ઇશ્વરસિંહ પટેલ- અમરેલી
  5. વાસણભાઇ આહિર- બનાસકાંઠા
  6. શ્રીમતી વિભાવરીબેન દવે- અમદાવાદ
  7. રમણલાલ પાટકર – નવસારી
  8. કિશોરભાઇ કાનાણી- છોટાઉદેપુર
  9. યોગેશભાઈ પટેલ- આણંદ
  10. ધર્મેન્દ્રસિંહ જાડેજા- મોરબી

આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.

આ પણ વાંચોઃ Saif Kareena 2nd baby Name: સૈફીનાની મુશ્કેલી વધી દીકરાના નામના કારણે સો.મીડિયા પર વિવાદ- વાંચો શું રાખ્યું નામ? અને શા માટે થઇ રહ્યો છે વિવાદ

Whatsapp Join Banner Guj