Mangarh narsanghar: “માનગઢ નરસંહાર” પર એક નજર; પૂજા શ્રીમાળી ની કલમેં

Mangarh narsanghar: આપણે ભૂતકાળનાં અનેકો આંદોલનો વિશે સાંભળીયું છે, જોયું છે, ચર્ચા કરી છે. અને આજે પણ તેને યાદ કરીએ છીએ. પરંતું આજે હું એક એવાં આંદોલન વિશે વાત કરવાં જઈ રહીં છું જેનાં વિશે ભાગ્યે જ લોકો જાણતાં હશે. જેનો અત્યાંર સુધી ક્યાંરેક જ ઊલ્લેખ થયો હશે,અને તે છે – “માનગઢ નરસંહાર”. માનગઢ માં સદીઓ પહેલાં એક એવી ઘટનાં બની કે જેનાં કારણે ત્યાંના લોકોનાં હદય દ્ધવી ઊઠ્યાં હતાં.

આ ઘટનાં વિશે ક્યાંરેય કોઈ ઉલ્લેખ નથી. આદિવાસીઓ નાં નેતા અને સમાજ સુધારક એવાં શ્રી ગોવિંદ ગુરુ રાજસ્થાન નાં ડુંગરપુરની પાસે સ્થિત વેદસા ગામનાં નિવાસી હતાં. ગોવિંદ ગુરુ બંજારા સમુદાયનાં હતાં. તેમણે ૧૯મી સદીના ઉત્તરાર્ધ માં આદિવાસી લોકો વચ્ચે સશક્તિ કરણ માટે “ભગત આંદોલન” ચલાવ્યું હતું. જેનાં હિસાબે આદિવાસી લોકોને સાકાહાર અપનાવવાનું હતુ અને દરેક પ્રકારનાં માદક પદાર્થો થી દુર રહેવાનું હતું. આદિવાસી લોકોએ ગોવિંદ ગુરુનાં આ આંદોલનમાં તેમનો સાથ આપ્યો હતો. એટલું જ નહિ, શ્રી ગોવિંદ ગુરુનાં વિચારોથી પ્રભાવિત થઈને આદિવાસી લોકોએ અંગ્રેજોની દમનકારી નીતિઓ નો વિરોધ કર્યા અને તે બાંસવાડા, સંતરામપુર, ડુંગરપુર અને કુશલગઢનાં રજવાડાઓ ધ્વારા બળજબરીથી કરાઈ રહેલી “બંધુઆ મજુરી” નાં ખિલાફ ઊભાં થયાં.

ગોવિંદ ગુરુએ અંગ્રેજો સામે લડત માટે આજુબાજું નાં દરેક ગામો માં જઈ જઈને લોકો ને જાગ્રૃત કર્યા. ગોવિંદ ગુરુએ ૧૯૦૩ માં પોતાની ધુણી માનગઢ ટેકરી પર જમાવી હતી. તેમનાં આવાહન પર આદિવાસી લોકોએ ૧૯૧૦ સુધી અંગ્રેજો સામે પોતાની ૩૩ માંગો આગળ કરી હતી. જ્યારે અંગ્રેજો અને રજવાડાઓ એ આ માંગો માનવાથી સાફ ઈનકાર કર્યો. તેઓ “ભગત આંદોલન” તોડવામાં લાગી ગયાં ત્યારે ગોવિંદ ગુરુનાં નેતૃત્વમાં આદિવાસી લોકો નાં સંઘર્ષ નિર્ણાયક વળાકં લઈ લીધો. આદિવાસી લોકોની માંગો ફગાવી દેવાઈ તે પછી, ખાસ કરીને મફત માં બંધુઆ મજુરીની વ્યવસ્થાને ખતમ ન કરવાનાં કારણે નરસંહાર નાં એક મહીનાં પહેલાં હજારો આદિવાસીઓ એ માનગઢ પહાડી પર કબજો કરી લીધો અને અંગ્રેજોથી પોતાની આઝાદીનું એલાન કરવાની કસમ ખાદી હતી.

Mangarh narsanghar

અંગ્રેજોને ભડકાવનારી સૌથી પહેલી ઘટનાં માનગઢ થી નજીક સંતંરામપુરનાં પોલીસ સ્ટેશન પર હુમલાં નાં રૂપમાં સામે આવી. જેને ગોવિંદ ગુરુનાં જમણાં હાથ મનાતાં પુજાં ધીરજી પારઘી અને તેમના સમર્થકોએ અંજામ આપ્યો. તે હુમલાં માં ઈન્સ્પેકટર ગુલ મોહમ્મદ નું મૃત્યું થયું. આ ઘટનાં પછી બાંસવાડા, સંતંરામપુર, ડુંગરપુર અને કુશલગઢની રિયાસતોમાં ગોવિંદ ગુરુ અને તેમનાં સમર્થકોનું બળ વધતું જ ગયું. જેનાં કારણે અંગ્રેજો અને સ્થાનીય રજવાડાઓને લાગવાં લાગ્યું કે અવે આ આંદોલન ને કચડી નાંખવું પડશે. આદિવાસી લોકોને માનગઢ ટેકરી ખાલી કરવાં માટે ચેતવણી આપવામાં આવી જેની સમય સીમા ૧૫ નવેંબર ૧૯૧૩ હતી.

પરંતુ આદિવાસી લોકોએ તે ટેકરી ખાલી કરવાં ના પાડી. ત્યાર બાદ ૧૭ નવેંબર ૧૯૧૩ નાં રોજ ત્રણ અંગ્રેજ ઓફિસરો ની હાજરીમાં મેવાડ ભીલ કોર અને રજવાડી પોતાની સેનાથી માનગઢ ને ઘેરી લીધું. અને ગોવિંદ ગુરુ સહિત ત્યાંનાં આદિવાસી લોકો ઉપર ગોળીબારી શરૂ કરી. તે ગોળીબારીથી બચવાં માટે અમુક લોકો ત્યાંની ગુફામાં છુપાઈ ગયાં, તો કેટલાક લોકો જીવ બચાવવાં માટે ટેકરી ઉપરથી નીચે કૂદી ગયાં અને જીવ બચાવવાનાં ચક્કર માં જીવ ગુમાવ્યાં, અને જે લોકો ટેકરી પર હતાં તેમણે ગોળીઓનાં વાર છેલીને મૃત્યુને ભેટ્યાં. આ હત્યાકાંડ માં આશરે ૧૫૦૦ જેટલાં આદિવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો…Smart gujarat hackathon: નોડલ સેન્ટર ખાતે 20 ટીમો ભાગ લેશે, જીટીયુની ટીમે નૈસર્ગીક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતું ટ્રેડમીલ બનાવ્યું..!

આ હત્યાકાંડ પછી જેમનો જીવ બચ્યો તેઓ તે જગ્યાં છોડવાં તૈયાર નહોતાં. એટલે તેઓને પકડી લેવામાં આવ્યાં. ગોવિંદ ગુરુ ને પકડીને તેમના ઉપર મુકદ્દમો ચાલ્યો અને એમને આજીવન કારાવાસમાં મોકલી દેવામાં આવ્યાં. એમની લોકપ્રિયતાઅને સારા વ્યવહારને જોતા ૧૯૧૯ માં એમને હૈદરાબાદ ની જેલ માંથી છોડી દેવાયાં. પરંતુ એ રિયાસતોમાં એમનાં પ્રવેશ ઊપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો, જ્યાં તેમના સમર્થકો હતાં. પછી ગોવિંદ ગુરુ ગુજરાતનાં લીબંડી પાસે કંબોઈ માં વસી ગયાં. અને ૧૯૩ધ માં તેમનું નિધન થઈ ગયું. આજે પણ કંબોઈ માં ‘ગોવિંદ ગુરુ સમાધિ મંદિર’ માં એમનાં અનુયાયીઓ શ્રદ્ધા સુમન અર્પિત કરવાં આવે છે.

ગુજરાત વન વિભાગે એક બુક પ્રકાશિત કરી હતી. “ગોવિંદ ગુરુ ધ ચિફ એક્ટર ઓફ ધ માનગઢ રેવોલ્યુશન” એમાં લખવાંમાં આવ્યું છે કે “હુમલાં માં વાપરવામાં આવેલી મશીનગન અને તોપો ને ખચ્ચરો અને ગધેડાઓ ઉપર માનગઢ અને બીજી પહાડીઓ ઉપર લઈ જવામાં આવી હતી. જેની જવાબદારી અંગ્રેજ ઓફિસર મેજર એસ. બેલી અને કેપ્ટન ઈ. સ્ટૉઈલી ના હાથમાં હતી. ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડ (Mangarh narsanghar) આદિવાસી લોકોનાસ્મૃતિ નો એક ભાગ બની રહી છે.

લોકો આ હત્યાંકાંડને “જલિયાવાલા બાગ હત્યાંકાંડ સાથે સરખાવે છે. સિવાય આનાં રાજસ્થાન અને ગુજરાત ની સીમા પર વસેલાં બાંસવાંડા, પંચમહાલનો સુદુર અચલ માં દફન આ ઐતિહાસિક કરૂણાંતિકા ભારતની આઝાંદીની લડાઈનાં ઈતાહાસ માં એક ફુટનોટ થી વધારે ની જગ્યા નથી મેળવતી. “આદિવાસીઓ નાં જલિયાવાલા બાગ હત્યાકાંડ ની સાથે આવો સૌતેલો વ્યવહાર કેમ?” (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Whatsapp Join Banner Guj