Rajkot Division Special Campaign

Rajkot Division Special Campaign: રાજકોટ ડિવિઝન દ્વારા ટ્રેનોમાં જ્વલનશીલ પદાર્થોનું વહન કરનારાઓ સામે ચાલી રહી છે વિશેષ ઝુંબેશ

Rajkot Division Special Campaign: મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવામાં આવી રહ્યા છે અને જ્વલનશીલ પદાર્થો સાથે ન રાખવા માટે સમજાવવામાં આવી રહ્યું

રાજકોટ, 17 નવેમ્બરઃ Rajkot Division Special Campaign: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેસેન્જર ટ્રેનોમાં જ્વલનશીલ પદાર્થોનું વહન કરનારાઓ સામે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. રેલવેના આરપીએફ અને વાણિજ્ય વિભાગના સ્ટાફ દ્વારા રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ખાસ ઝુંબેશ ચલાવી આવા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવામાં આવી રહ્યા છે અને જ્વલનશીલ પદાર્થો સાથે ન રાખવા માટે સમજાવવામાં આવી રહ્યું છે.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારના જણાવ્યા મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ડોગ સ્કવોડની વિશેષ ટીમ દ્વારા પેસેન્જર ટ્રેનોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વર્ષ 2023માં કુલ 05 કેસ નોંધાયા છે, જેમાંથી 02 કેસ ગેસ સિલિન્ડરના છે જેમાં ધરપકડ કરવામાં આવી અને 03 કેસમાં ફટાકડા લઈ જનાર મુસાફરો પાસેથી અંદાજે રૂ. 114196/-ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત રેલવે પરિસરમાં 23 વ્યક્તિઓ બીડી સિગારેટ પીતા ઝડપાયા છે જેમની પાસેથી રૂ.3800/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રેલવે પરિસરમાં ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરતી વખતે કુલ રૂ. 47500/-નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ દ્વારા 17 નવેમ્બર થી 24 નવેમ્બર દરમિયાન ટ્રેનોમાં જ્વલનશીલ પદાર્થોનું વહન કરતા મુસાફરોને શોધી કાઢવા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ, પોર્ટેબલ સ્પીકર્સ અને સોશિયલ મીડિયા દ્વારા આ અંગે મુસાફરોમાં જાગૃતિ લાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

રેલવે અધિનિયમ 1989ની કલમ 67, 164 અને 165 મુજબ, રેલવે મુસાફરી દરમિયાન જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી વહન કરવી એ સજાપાત્ર ગુનો છે. આમ કરવા બદલ રૂ. 1,000/- સુધીનો દંડ અથવા ત્રણ વર્ષ સુધીની કેદ અથવા બંનેની જોગવાઈ છે.

રાજકોટ ડિવિઝન તેના તમામ આદરણીય મુસાફરોને અપીલ કરે છે કે તેઓએ ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સ્ટવ, માચીસ, સિગારેટ લાઈટર અને ફટાકડા સહિત કોઈપણ વિસ્ફોટક પદાર્થ જેવા કોઈપણ જ્વલનશીલ પદાર્થ સાથે ટ્રેનમાં મુસાફરી ન કરવી.

આ પણ વાંચો…. Railway Passengers Management: રાજકોટ રેલવે ડિવિઝને સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપન માટે લીધાં વિવિધ પગલાં

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો