Railway Passengers Management

Railway Passengers Management: રાજકોટ રેલવે ડિવિઝને સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપન માટે લીધાં વિવિધ પગલાં

Railway Passengers Management: મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા વગેરે જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા

રાજકોટ, 17 નવેમ્બરઃ Railway Passengers Management: રાજકોટ ડિવિઝન દ્વારા તહેવારોની મોસમના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે પરિસરમાં મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા વગેરે જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારના જણાવ્યા મુજબ ઉપરોક્ત સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનના યોગ્ય અમલીકરણ માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા અનેક વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે.

  • મુસાફરોને સુવિધા આપવા અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, આ વર્ષે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનથી વિવિધ સ્થળોએ 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે, જેમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં ઓક્યુપન્સી 100% કરતાં વધુ છે. આ ટ્રેનોમાં ઓખા-મદુરાઈ, ઓખા-અમદાવાદ, ઓખા-નાહરલાગુન, ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા અને રાજકોટ-બરૌની ટ્રેનોનો સમાવેશ થાય છે.
  • ભીડની દેખરેખ અને નિયંત્રણ માટે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા વગેરે જેવા ભારે ભીડવાળા સ્ટેશનો પર સ્ટાફની મહત્તમ તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવી છે. એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ અને પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવા માટે RPF અને GRP જવાનોને ચોવીસ કલાક તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં, તમામ ટ્રેનોના દરેક કોચ (બંને આરક્ષિત અને અનરિઝર્વ્ડ) ના ગેટ પર RPF/GRP કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
  • ભીડ વ્યવસ્થાપન માટે પણ 12 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા સ્ટેશનો પર RPF સ્ટાફ સાથે સંકલનમાં કામ કરતા વાણિજ્યિક સ્ટાફને ચોવીસ કલાક તૈનાત કરવામાં આવ્યા છે.
  • મુસાફરોને કતારોમાં ગોઠવવા માટે જાહેરાતો કરવામાં આવે છે. ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોની હિલચાલ અને સુવ્યવસ્થિતતા સુનિશ્ચિત કરવા માટે મુસાફરોને અલગ પાડવામાં આવે છે. ભીડને ટાળવા માટે મુસાફરોને વ્યવસ્થિત રીતે લાઇનમાં ઉભા કરવામાં આવ્યા હતા અને પછી કોચમાં પ્રવેશવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા. ટ્રેનના ડબ્બાની અંદર મુસાફરોને બેસાડવા અને જગ્યા બનાવવાની સૂચના આપવામાં આવી છે જેથી બહાર રાહ જોતા મુસાફરોને પણ સમાવી શકાય.
  • વિશેષ ટ્રેનોને વ્યાપક પ્રસિદ્ધિ આપવા અને લોકોમાં માહિતીનો યોગ્ય પ્રસાર સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મુસાફરોને નવી ટ્રેનો વિશે માહિતી આપવા માટે ટ્વીટ, સોશિયલ મીડિયા પોસ્ટ, અખબારો વગેરે દ્વારા નિયમિત પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આરપીએફ અને જીઆરપીના જવાનો દ્વારા ટિકિટ ચેકિંગ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા મુસાફરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  • અનઅધિકૃત મુસાફરોને આરક્ષિત કોચમાં મુસાફરી કરતા અટકાવવા માટે રાજકોટ ડિવિઝનથી જતી ટ્રેનોમાં સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. પરિણામે, 01 નવેમ્બર થી 15 નવેમ્બરના સમયગાળા દરમિયાન ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા અનિયમિત મુસાફરીના કુલ 10252 કેસ મળી આવ્યા હતા, જેમાંથી રૂ. 79.45 લાખની આવક થઈ હતી.
  • સ્ટેશનો અને ટ્રેનોમાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે બંને સ્થળોએ વધારાના સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
  • ભારે ભીડને કારણે કોઈ ટ્રેનના કોઈ પણ કોચમાં પાણીની અછત ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

રાજકોટ ડિવિઝન તેના તમામ આદરણીય મુસાફરોને અપીલ કરે છે કે સ્ટેશનો પર ભીડ ન થાય તે માટે માત્ર મુસાફરોએ જ ટ્રેનના સમય પ્રમાણે સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરવો.

આ પણ વાંચો… Indian Railways Campaign: ભારતીય રેલ્વેએ ટ્રેનોમાં જ્વલનશીલ વસ્તુઓ વહન કરવા સામે સઘન અભિયાન શરૂ કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો