Rajkot Division Ticket Check Income: રાજકોટ રેલવે ડિવિઝનને ટિકિટ ચેકિંગમાંથી કરોડો રૂપિયાનો દંડ મળ્યો
Rajkot Division Ticket Check Income: રાજકોટ રેલ્વે ડિવિઝને એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા દંડ તરીકે રૂ. 4.40 કરોડની રકમ વસૂલ કરી
રાજકોટ, 05 ડિસેમ્બર: Rajkot Division Ticket Check Income: મુસાફરોને આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે રાજકોટ રેલવે ડિવિઝન માં મેલ/એક્સપ્રેસ, હોલિડે સ્પેશિયલ તેમજ લોકલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અનેક ટિકિટ ચેકિંગ ડ્રાઈવો હાથ ધરવામાં આવી હતી, જેમાં રૂ. 4.40 કરોડ મળ્યા હતા.
નવેમ્બર, 2024 દરમિયાન ટિકિટ વિનાના, લગેજ બુક ન કરાવ્યો હોય તેવા અને ઉચ્ચ વર્ગમાં યાત્રા કરતાં હોય એવા અનાધિકૃત/અનિયમિત મુસાફરી ના 6377 મામલા શોધીને થી રૂ. 41.22 લાખની રકમ વસૂલ કરવામાં આવી હતી. ગેરકાયદેસર મુસાફરોને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે.
આ ડ્રાઈવોના પરિણામે, એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અંદાજે 62803 અનધિકૃત યાત્રીઓ પાસેથી 4.40 કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝન લોકોને હંમેશા યોગ્ય ટિકિટ લઈને સન્માન સાથે મુસાફરી કરવાની અપીલ કરે છે.