gaurav diwas

Tribal Pride Day: રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી

Tribal Pride Day: ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

google news png

રાજકોટ, 20 નવેમ્બર: Tribal Pride Day: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે “જનજાતીય ગૌરવ દિવસ-2024” ની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ (15 નવેમ્બર) સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ-2024 તરીકે ઉજવવામાં આવી રહી છે.

આ પ્રસંગની યાદમાં 15 નવેમ્બરથી 26 નવેમ્બર, 2024 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં ખાતે તાજેતરમાં જનજાતીય કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ કાર્યક્રમો અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડીઆરએમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર અને કર્મચારી મંડળના અધિકારીઓએ બિરસા મુંડાના જીવન ચરિત્ર અને તેમના સંઘર્ષની સાથે સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. સેમિનાર દરમિયાન, બિરસા મુંડાના જીવન પર પ્રસાર ભારતી/માહિતી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વિડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

Buyer ads

આ દરમિયાન એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થ, અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને કર્મચારી સંગઠનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 26મી નવેમ્બર, 2024 સુધી મુસાફરો અને સ્ટેશન મુલાકાતીઓની માહિતી માટે આદિવાસી કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિડિયો ક્લિપના અંશો પણ સ્ટેશનો પર ટીવી મોનિટર પર પ્રસારિત કરવામાં આવશે. કાર્યક્રમના અંતે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો