Gujarat

Authorities reassure families of banaskantha students in ukraine: યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું

Authorities reassure families of banaskantha students in ukraine: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા અને સૂઇગામ તાલુકાના કુલ ૪ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે

અંબાજી, ૦૧ માર્ચ: Authorities reassure families of banaskantha students in ukraine: રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા અને સૂઇગામ તાલુકાના કુલ ૪ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના આ વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું પુરૂ પાડ્યું હતુ. પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને ત્યાંની પરિસ્થિતિ તથા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વાકેફ કર્યા હતા.

આ પણ વાંચો: Salman khan viral wedding photos: સલમાન ખાને ચોરીછૂપીથી આ અભિનેત્રી સાથે કરી લીધા લગ્ન? તસવીર થઈ વાઇરલ- વાંચો શું છે મામલો?

અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ૪ વિદ્યાર્થીઓમાં શિહોરી ગામનાના બે વિદ્યાર્થીઓ આર્ય મુકેશભાઈ શાહ તથા નિસર્ગ ચિરાગભાઈ પટેલના માતા-પિતા તથા પાદર ગામના હાર્દિકભાઈ દઝાભાઈ ચૌધરીના વાલી તથા ખોડા ગામના દુર્ગેશ ભારમલભાઈના ઘરે જઈ અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતુ. તેમ બનાસકાંઠા નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલે જણાવ્યું છે.

Gujarati banner 01