Salman khan viral wedding photos

Salman khan viral wedding photos: સલમાન ખાને ચોરીછૂપીથી આ અભિનેત્રી સાથે કરી લીધા લગ્ન? તસવીર થઈ વાઇરલ- વાંચો શું છે મામલો?

Salman khan viral wedding photos: સો.મીડિયામાં સલમાન ખાન તથા સોનાક્ષી સિંહાના લગ્નની તસવીરો વાઇરલ થઈ

બોલિવુડ ડેસ્ક, 01 માર્ચઃSalman khan viral wedding photos: સલમાન ખાન બોલિવૂડમાં મોસ્ટ એલિજેબલ બેચરલ તરીકે જાણીતો છે. જોકે તાજેતરમાં સો.મીડિયામાં સલમાન ખાન તથા સોનાક્ષી સિંહાના લગ્નની તસવીરો વાઇરલ થઈ છે. તસવીર વાઇરલ થતાં જ ચાહકોને આંચકો લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન તથા સોનાક્ષી સિંહા વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળે છે. સલમાને જ 2010માં સોનાક્ષી સિંહાને ફિલ્મ ‘દબંગ’થી બોલિવૂડમાં લૉન્ચ કરી હતી. સોનાક્ષી સિંહા એક્ટરની ‘દબંગ’ ટૂર પણ સાથે હોય છે. હવે આ બંનેના લગ્નની તસવીર વાઇરલ થતાં જ ચાહકો પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા.

સો.મીડિયામાં સલમાન-સોનાક્ષીની આ તસવીર વાઇરલ થઈ છે.
સો.મીડિયામાં સલમાન-સોનાક્ષીની આ તસવીર વાઇરલ થઈ છે.

સલમાન ખાન તથા સોનાક્ષી સિંહાના લગ્નની તસવીરને ધ્યાનથી જોવામાં આવે તો તરત જ ખ્યાલ આવશે કે એ તસીવર ફોટો-શોપ્ડ કરેલી છે. એ સાચી તસવીર નથી.

નોંધનીય છે કે, સોનાક્ષી સિંહાના સંબંધો ફિલ્મ ‘નોટબુક’ ફૅમ એક્ટર ઝહીર ઈકબાલ સાથે જોવાની ચર્ચા છે. જોકે સોનાક્ષીએ કહ્યું હતું કે ઝહીર માત્ર ને માત્ર તેનો સારો મિત્ર છે. તેઓ ફિલ્મ ‘ડબલ XL’માં સાથે કામ કરી રહ્યાં છે.

સોનાક્ષીએ તાજેતરમાં જ બોલિવૂડમાં 11 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. સોનાક્ષી સિંહા છેલ્લે અજય દેવગનની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Ashnir Grover resigns: શાર્ક ટેન્કના જજ અને ફિનટેક ફર્મ ભારતપેના એમડી અને ડિરેક્ટર પદેથી અશનીર ગ્રોવરે આપ્યું રાજીનામુ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01