Swaminarayan Temple Melbourne: મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

Swaminarayan Temple Melbourne: મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થકોએ સ્વામિનારાયણ મંદિરમાં કરી તોડફોડ, દિવાલો પર લખ્યા વિરોધી નારા 

મેલબોર્ન, 12 જાન્યુઆરી: Swaminarayan Temple Melbourne: ખાલિસ્તાન સમર્થકોએ 12 જાન્યુઆરીની સવારે મેલબોર્નના ઉત્તરીય ઉપનગર મિલ પાર્કમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. આ સાથે મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખ્યા.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં (Swaminarayan Temple Melbourne) આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ 12 જાન્યુઆરીની સવારે મેલબોર્નના ઉત્તરીય ઉપનગર મિલ પાર્કમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. આ સાથે મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખ્યા.

કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. ખાલિસ્તાન સમર્થકો પર મંદિર પર હુમલો અને તોડફોડ કરવાનો આરોપ છે. ઓસ્ટ્રેલિયાના એક અખબારના અહેવાલ અનુસાર, BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર “હિન્દુસ્તાન મુર્દાબાદ” લખીને તોડફોડ કરવામાં આવી છે.

‘અમે તોડફોડ અને નફરતથી ખૂબ જ દુઃખી છીએ’

BAPS સ્વામિનારાયણ મંદિરે એક નિવેદનમાં કહ્યું- “અમે તોડફોડ અને નફરતથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. BAPS હંમેશા તમામ ધર્મો અને લોકો સાથે શાંતિપૂર્ણ સંવાદ માટે પ્રતિબદ્ધ છે. અમે અધિકારીઓને જાણ કરી છે અને તેમને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમે શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરીએ છીએ.”

મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો

અહીંના પટેલ નામના એક વ્યક્તિએ પોતાનું પ્રથમ નામ ન આપતા જણાવ્યું કે ગુરુવારે મંદિરની ક્ષતિગ્રસ્ત દિવાલો જોઈ. તેમણે કહ્યું, “જ્યારે હું આજે સવારે મંદિર પહોંચ્યો, ત્યારે તમામ દિવાલો હિંદુઓ પ્રત્યે ખાલિસ્તાનની નફરતના ચિત્રોથી રંગાયેલી હતી.”

ભિંડરાવાલાને ‘શહીદ’ ગણાવ્યા 

ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર હિંદુઓ અને શીખોની હત્યા માટે જવાબદાર ભારતીય આતંકવાદી ભિંડરાવાલાને ‘શહીદ’ ગણાવીને વખાણ પણ લખ્યા છે. હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્ય પ્રમુખ મકરંદ ભાગવતે તેની નિંદા કરી અને ઓસ્ટ્રેલિયન અધિકારીને આ બાબતે સંજ્ઞાન લેવા વિનંતી કરી. 

આ પણ વાંચો:Important news for haj pilgrims: હજ યાત્રાએ જતા યાત્રીઓ માટે મોટા સમાચાર, સરકારે બંધ કરી આ સુવિધા…

તેમણે કહ્યું, “પૂજાના સ્થાનો સામે કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ. આવી પ્રવૃત્તિ વિક્ટોરિયાના વંશીય અને ધાર્મિક સહિષ્ણુતા અધિનિયમનું ઉલ્લંઘન છે. અમે વિક્ટોરિયા પોલીસ અને પ્રીમિયર ડેન એન્ડ્રુઝને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ.”

ભાજપે સાધ્યું નિશાન 

આ હુમલાની નિંદા કરતા ભાજપના નેતા ડૉ. વિજય ચૌથાઈવાલેએ લખ્યું, “ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં હિંદુ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. કેનેડા પછી ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓ શાંતિપ્રિય હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *