Corona vaccine for kids

ZyCoV-D: આખરે ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીનો ભાવ થયો ફાયનલ, 12 વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે- વાંચો વિગત

zycov-d: સરકારે કંપનીને પોતાના પ્રસ્તાવિત ભાવ અંગે ફરીથી વિચારણા કરવા જણાવ્યું છે. આ અંગેનો અંતિમ નિર્ણય ચાલુ સપ્તાહના અંત સુધી લેવામાં આવે તેવી શક્યતા

અમદાવાદ, 04 ઓક્ટોબરઃ zycov-d: કોવિડ-19 વેક્સિન ઝાયકોવ-ડીના ભાવ અંગે કેન્દ્ર સરકાર અને ભારત સરકાર વચ્ચે મંત્રણા ચાલી રહી છે ત્યારે ફાર્મા કંપનીએ ત્રણ ડોઝની આ વેક્સિનનો ભાવ રૂ. 1900 રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વેક્સિન 12 વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે.આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઇચ્છે છે કે ફાર્મા કંપની પ્રસ્તાવિત ભાવમાં ઘટાડો કરે. આ સપ્તાહના અંતે આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ઝાયડસ કેડિલાની આ વેક્સિનને રાષ્ટ્રવ્યાપી એન્ટી કોરોનાવાઇરસ વેક્સિનેશન ડ્રાઇવમાં રજૂ કરવામાં આવશે. આ વેક્સિન ડીએનએ આધારિત નિડલ ફ્રી વેક્સિન છે. કંપનીએ ત્રણ ડોઝની આ વેક્સિન માટે 1900 રૂપિયાના ભાવનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મંત્રણા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ lakhimpur kheri violence update: લખનૌ ખાતે પોલીસની ગાડીને લગાવી આગ, અખિલેશ યાદવને કસ્ટડીમાં, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કર્યો બહેનને સપોર્ટ

સરકારે કંપનીને પોતાના પ્રસ્તાવિત ભાવ અંગે ફરીથી વિચારણા કરવા જણાવ્યું છે. આ અંગેનો અંતિમ નિર્ણય ચાલુ સપ્તાહના અંત સુધી લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા ઝાયકોવ-ડી વેક્સિન આપવા માટે જેટ ઇન્જેક્ટરની જરૂર પડશે. જેની કીંમત 30.000 રૂપિયા છે. એક ઇન્જેક્ટરની મદદથી 20,000 ડોઝ આપી શકાશે. આ વેક્સિનના ત્રણ ડોઝ 28 દિવસના અંતરે લેવાના રહેશે

Whatsapp Join Banner Guj