Pandora papers leak names

Pandora papers leak names: અંબાણી-સચિન તેંડુલકર સહિત આ દિગ્ગજોએ કાળુ નાણું છુપાવવા લગાવ્યા જુગાડ!

Pandora papers leak names: ગુપ્ત નાણાકીય લેવડ-દેવડ તથા કારોબાર પર ‘પનામા પેપર્સ’ બાદ ‘પંડોરા પેપર્સ’ના નામે એક મોટો ખુલાસો થયો

નવી દિલ્હી, 04 ઓક્ટોબરઃ Pandora papers leak names: ગુપ્ત નાણાકીય લેવડ-દેવડ તથા કારોબાર પર ‘પનામા પેપર્સ’ બાદ ‘પંડોરા પેપર્સ’ના નામે એક મોટો ખુલાસો થયા છે. ‘ઇન્ટરનેશનલ કંસોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ'(ICIJ) એ પોતાની એક વર્ષના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને ડોક્યુમેન્ટ્સની તપાસ બાદ દુનિયાભરની દિગ્ગજ હસ્તિઓના ગુપ્ત બિઝનેસ વિશે સનસનીખેજ ખુલાસો થયો છે. ICIJ ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પનામા પેપર્સ ખુલાસા બાદ તપાસ એજન્સીઓની રડારમાં આવેલા લોકોએ કાયદાની ખામીઓનો લાભ લેતા પોતાના બિઝનેસને બચાવવાનો તોડ કાઢવાનો શરૂ કરી દીધો

આ રિપોર્ટમાં વિભિન્ન ક્ષેત્રો સાથે જોડાયેલી ભારતીય હસ્તિઓના નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. ICIJ ના આ રિપોર્ટમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નીરવ મોદી, કિરણ મજમૂદાર શાહના પતિની સંપત્તિઓ તથા બિઝનેસ વિશે પડદો ઉચક્યો છે. ભારતીય સહિત દુનિયાભરની જે હસ્તિઓની નાણાકીય લેવડ-દેવડ તથા બિઝનેસ પર ICIJ ના રિપોર્ટમાં જે દાવા તથા ખુલાસા કરવામાં આવ્યા છે તેનું ‘GSTV’ સ્વતંત્ર રૂપે પુષ્ટિ કરતુ નથી

આ પણ વાંચોઃ lakhimpur kheri violence update: લખનૌ ખાતે પોલીસની ગાડીને લગાવી આગ, અખિલેશ યાદવને કસ્ટડીમાં, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કર્યો બહેનને સપોર્ટ

ICIJ એ પોતાના આ ખુલાસા માટે દુનિયાભરના 1.19 કરોડ ડોક્યુમેન્ટ્સ ફંફોસ્યા છે. ICIJ ની આ તપાસમાં 117 દેશોના 600 રિપોર્ટર સામેલ રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટનની કોર્ટમાં પોતાને નાદાર જાહેર કરનાર અનિલ અંબાણીની વિદેશમાં 18 કંપનીઓ છે. જ્યારે નીરવ મોદીની બહેન વિશે દાવો કરવામાં આવ્યો છે કે નીરવના ભાગ્યાના એક મહિના બાદ જ તેની બહેને એક ટ્રસ્ટ બનાવ્યુ. રિપોર્ટ અનુસાર કિરણ મજમૂદાર શાહના પતિએ ઇનસાઇડર ટ્રડિંગના આરોપમાં પ્રતિબંધિત કરવામાં આવેલા એક વ્યક્તિની મદદથી એક ટ્રસ્ટની શરૂઆત કરી. ICIJ ના આ રિપોર્ટમાં 300થી વધુ ભારતીયો વિશે આગામી દિવસોમાં ખુલાસો થવાનો છે

રિપોર્ટ અનુસાર ક્રિકેટર સચિન તેંડુલર વિશે કહેવામાં આવી રહ્યું છે કે પનામા પેપર્સના ખુલાસા માત્રના ત્રણ મહિના બાદ તેણે બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં પોતાની સંપત્તિ વેચવાની પહેલ કરી. તેંડુલકર ઉપરાંત એવા ઘણી ભારતીય હસ્તિઓ તથા એનઆરઆઇ છે જેમણે 2016ના ડેટા લીક બાદ વિદેશોમાં સ્થિત પોતાની સંપત્તિઓમાં બદલાવ અથવા તેને નવેસરથી શરૂ કરી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક અપરાધના આરોપી તથા તપાસનો સામનો કરનારા લોકોએ સામોઆ, બેલિસ અથવા ક્રૂક આઇલેન્ડ જેવી ટેક્સ હેવન જગ્યાઓ પર પોતાની કંપનીઓ બનાવી છે

આ પણ વાંચોઃ ZyCoV-D: આખરે ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીનો ભાવ થયો ફાયનલ, 12 વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે- વાંચો વિગત

ICIJ તરફથી તૈયાર કરવામાં ડોક્યુમેન્ટ્સમાં 100 ધનકુબેરો ઉપરાંત, રશિયા, ઇન્ડિયા, પાકિસ્તાન, યુકે, મેક્સિકોના સેલેબ્રિટીઓના નામ પર કંપનીઓ મળી છે. પંડોરા પેપર્સ, કિંગ ઓફ જોર્ડન, યુક્રેન, કેન્યાના રાષ્ટ્રપતિઓ, ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોના બ્લેયર સાથે સંબંધિત જાણકારીને ઉજાગર કરે છે. રિપોર્ટ અનુસાર આગામી એક બે દિવસમાં પેંડોરા પેપર્સ લીકની વિસ્તૃત જાણકારી સામે આવવાની આશા છે

પંડોરા ખુલાસામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નજીકના અને કેટલાંક મંત્રીઓ સહિત 700થી વધુ લોકોના નામ સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ICIJ અનુસાર નાણા મંત્રી શૌકત તારિન, જલ સંસાધન મંત્રી મૂનિસ ઇલાહી, સાંસદ ફેસલ વાવડા, ઉદ્યૌગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારના પરિવાર સહિત અન્ય લોકોની વિદેશી કંપનીઓ સાથે લેણ-દેણના સંબંધ હતા

Whatsapp Join Banner Guj