145th rath yatra in ahmedabad: 145મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, ગૃહ રાજ્યમંત્રીએ પગપાળા સમીક્ષા કરી…

145th rath yatra in ahmedabad: સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સાથે ફરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષાની સમીક્ષા કરી

ગાંધીનગર, ૨૮ જૂન: 145th rath yatra in ahmedabad: ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે. અમદાવાદ પોલીસ દ્વારા આજે રથયાત્રા બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું છે. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પગપાળા નીકળ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સાથે ફરીને તેમણે સુરક્ષાની સમીક્ષા કરી હતી. ત્યારે મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ હતું. તો તેમના પર પુષ્પ ઉડાવવામાં આવ્યા હતા.

ahmedabad rathyatra1

રથયાત્રા પહેલા આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યુ છે. ગ્રાન્ડ રિહર્સલ કરવાનો હેતુ એ હોય છે કે પ્લાનિંગમાં કોઈ ખામી હોય તો તેને ત્વરિત દૂર કરી શકાય. જેથી 1 જુલાઈએ રથયાત્રા કોઈ પણ સમસ્યા વગર નીકળી શકે. રથયાત્રાના સુચારુ આયોજન અને કાયદો વ્યવસ્થા અંગે પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયુ છે.

આ પણ વાંચો: Ahmedabad division crossed 1900 crore in revenue: અમદાવાદ મંડળે આટલા કરોડની આવકનો આંકડો પાર કર્યો

પહેલીવાર પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામા આવનાર છે. આ વખતે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવાયા છે.

Gujarati banner 01