Gujarat assembly workshop

Absence of legislators in assembly workshop: વિધાનસભાની કાર્યશાળામાં ધારાસભ્યોની ગેરહાજરી, જેના માટે કાર્યશાળા છે તેમને જ રસ નથી…!

Absence of legislators in assembly workshop: આજે 182 જેટલા ધારાસભ્યોમાંથી 80થી 100 જેટલા ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી: Absence of legislators in assembly workshop: સંસદીય કાર્યશાળાનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે પણ ગઈકાલની જેમ ધારાસભ્યોને કોઈ રસ નથી. આજે 182 જેટલા ધારાસભ્યોમાંથી 80થી 100 જેટલા ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી છે. જેથી જેના માટે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને જ કાર્યશાળામાં હાજરી આપી નથી. આજે જ નહીં ગઈકાલે પણ પ્રથમ દિવસે પણ ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. 

15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું બે દિવસીય આયોજન ગઈકાલથી કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

ત્યારે પણ ગઈકાલે ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. થોડો સમય રહ્યા બાદ કેટલાક ધારાસભ્યો દેખાયા નહોતા. ત્યારે આજે પણ ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે. ગઈકાલે 80 જેટલા ઘારાસભ્યો ગેરહાજર હતા. 

શાસક વિપક્ષ અને અપક્ષના ધારાસભ્યો ગેરહાજર

આ વખતે 182 ધારાસભ્યોમાં ભાજપ પાસે સૌથી વધુ ધારાસભ્યો છે ત્યારે કોંગ્રેસના 17 ધારાસભ્યો તો પ્રથમ વખત આપ પાર્ટીના 5 ધારાસભ્યો છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂકેલા 3 જેટલા ધારાસભ્યોએ જીત મેળવી છે ત્યારે શાસક વિપક્ષ અને અપક્ષના ધારાસભ્યોમાં ગેરહાજરી જોવા મળી હતી. આજે 100 જેટલા ધારાસભ્યોની હાજરી નહોતી.

અપાય છે આ પ્રકારની ટ્રેનિંગ

પ્રથમ વખત જે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે તેમના માટે આ કાર્યશાળા મહત્વની હોય છે આ ઉપરાંત દરેક ધારાસભ્યોને ગૃહની કામગિરી શરુ થાય એ પહેલા આ કામગિરીથી વાકેફ કરાવવામાં આવે છે. ગઈકાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન નાખી ગૃહનું કાર્ય સ્થગિત કરવું લોકશાહી માટે યોગ્ય નથી.

ઓમ બિરલાએ લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યુ હતું કે, ગૃહમાં વિપક્ષની ભૂમિકા હકારાત્મક, રચનાત્મક તથા શાસનમાં જવાબદારી નક્કી કરનારી હોવી જોઇએ, પરંતુ જે પ્રકારે સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન નાખી ગૃહનું કાર્ય સ્થગિત કરવાની પરમ્પરા સર્જવામાં આવી રહી છે.

તેમ તેમની સ્પીચમાં કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ગૃહમાં ચર્ચા, વાદ-વિવાદ, અસંમતિ હોઈ શકે, પરંતુ ગૃહમાં ગતિરોધ ક્યારેય ન હોવો જોઇએ. તેમણે સભ્યોને ગૃહના નિયમો તથા પ્રક્રિયાઓ અને અગાઉના વર્ષોના વાદ-વિવાદનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો… Bhumi pednekar bold look: સિદ્ધાર્થ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ થઈ ભૂમિ પેડનેકર, તસ્વીરો જોઈને થઈ જશે દીવાના…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો