Hardik Patel

Court issues warrant to hardik patel: હાર્દિકને ધ્રાંગધ્રા કોર્ટે વોરંટ ઈસ્યુ કર્યું, જાણો શું છે મામલો…

Court issues warrant to hardik patel: ધ્રાંગધ્રા સિવિલ કોર્ટે જુના આચાર સંહીતાના કેસમાં વોરંટ ઈસ્યું કર્યું છે

અમદાવાદ, 16 ફેબ્રુઆરી: Court issues warrant to hardik patel: ભાજપના નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલને ધ્રાંગધ્રા સિવિલ કોર્ટે વોરંટ ઈસ્યુ કર્યું છે. હાર્દિક પટેલ વારંવાર હાજર ના રહેતા વોરંટ ઈસ્યૂ કર્યું છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અગાઉ પોલીસ ફરીયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં હાર્દિક વિરુદ્ધ કેસની પ્રક્રીયા ચાલી રહી છે પરંતુ હાર્દિક હાજર ના રહેતા તેની સામે આ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યું છે. 

હાર્દિક પટેલ સામે વિવિધ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. તાજેતરમાં જ જામનગર કોર્ટમાં હાર્દિકને નિર્દેોષ જાહેર કરાયો હતો. આ ઉપરાંત હાર્દિક પટેલ સામે અન્ય કેટલાક ગુનાઓ મામલે પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. જેમાંનો ધ્રાંગધ્રા કોર્ટમાં પણ આચાર સંહીતાનો કેસ ચાલી રહ્યો છે. 

આ હતો સમગ્ર કેસ 

આ કેસની વાત કરીએ તો જુના આચાર સંહીતાના કેસમાં વોરંટ ઈસ્યું કર્યું છે. હાર્દિક પટેલે 2017માં એક જાહેર સભા યોજી હતી જેમાં આચારસંહિતાનો ભંગ કર્યો હતો. પાસ કન્વીનર તેમજ હાર્દિક પટેલ સામે આ ગુનો નોંધાયો હતો. જે મામલે કોર્ટમાં હાજર ના રહેતા કોર્ટ દ્વારા વોરંટ ઈસ્યુ કરાયું હતું. 

રાજ્યમાં 40થી વધુ કેસો સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિગ

રાજ્યના સાંસદ અને ધારાસભ્યો સામે વિવિધ રાજ્યની કોર્ટોની અંદર 40થી વધુ કેસો પેન્ડિંગ છે. જેમાં ભાજપના નેતા હાર્દિક પટેલ સામે તેમાંના સૌથી વધુ કેસો છે. રાજ્યમાં 40થી વધુ કેસોમાં અમદાવાદની કોર્ટોમાં 10થી વધુ કેસો નેતાઓ વિરુદ્ધ પેન્ડિંગ છે. 

આ પણ વાંચો: Absence of legislators in assembly workshop: વિધાનસભાની કાર્યશાળામાં ધારાસભ્યોની ગેરહાજરી, જેના માટે કાર્યશાળા છે તેમને જ રસ નથી…!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો