ambaji security

Ambaji Security: આજે અંબાજી મંદિર માં બૉમ્બ ડીટેકટીવ ડિસ્પોઝલ ટિમ તેમજ ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ; શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૫ સપ્ટેમ્બર:
Ambaji Security: શક્તિપીઠ અંબાજી માં ભાદરવીપૂનમ નો મેળો મુલવતી રાખ્યા બાદ પગપાળા આવતા યાત્રિકો માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રખાયા છે ને મોટી સંખ્યા માં આવતા શ્રદ્ધાળુઓ ને પૂરતો દર્શન નો લાભ મળી રહે તે માટે આજથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 6 દિવસ માટે દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે એટલુંજ નહીં મેળો ભલે બંધ કરાયો હોય પણ મંદિર ખુલ્લું રહેતા યાત્રિકો નો ઘસારો યથાવત જોવા મળી રહ્યો છે હાલમાં હજારો ની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે

Ambaji Security: તેવા માં સંપૂર્ણ પણે કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5000 ઉપરાંત સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે ને મોટી સંખ્યા માં આવતા શ્રદ્ધાળુઓ માં કોઈ અસામાજિક તત્વો ગેરકૃત્ય ન કરી જાય તેની સતર્કતા માટે આજે અંબાજી મંદિર માં બૉમ્બ ડીટેકટીવ ડિસ્પોઝલ ટિમ તેમજ ડોગ સ્કોડ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સતત દોઢ થી બે કલાક સુધી તમામ વિસ્તાર ની તપાસણી કરવામાં આવી હતી

જોકે આ સમગ્ર તાપસ કામગીરી (Ambaji Security) માં કોઈ પણ પ્રકાર ની શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન હતી અને ક્યાંક બેગ જેવી વસ્તુઓ બિનવારસી પડેલી જોવા મળતા તે પણ મૂળ માલિક ને સોંપી ને પોતાનો માલ સમાન જ્યાં ત્યાં ન મુકવા સૂચન કરાયું હતું અંબાજી માં મેળો બંધ રખાયો હોવા છતાં મોટી સંખ્યા માં આવતા યાત્રિકો ની સુરક્ષા માટે જે સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા હોવાનુ બનાસકાંઠા એએસપી સુશિલ અગ્રવાલે જણાવ્યુ હતુ તેમાં SP – 01, ASP – 0 2, DYSP – 09, PI – 49, PSI – 94, પોલીસ કોન્ટેબલ- 1705, ટ્રાફીક પોલીસ – 82, લેડીસ પોલીસ કોન્ટેબલ – 165 અને SRP ની ચાર કંપનીઓ અંબાજી ખાતે તૈનાત કરવામાં આવી છે તેની સાથે હોમગાર્ડ 2500 ને જીઆરડી 500 જવાનો ને પણ કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરાયા છે

Ambaji Security dog squad cheking
Whatsapp Join Banner Guj