shaktipeeth Rath 3

Ambaji Shakti rath: 8 એપ્રિલ થી ત્રી દિવસીય પરિક્રમા મહોત્સવ ને લઈ પાંચ શક્તિ રથ ને પ્રસ્થાન કરાવ્યા

Ambaji Shakti rath: અંબાજી ના ગબ્બર ગઢ ઉપર આગામી 8 એપ્રિલ થી ત્રી દિવસીય પરિક્રમા મહોત્સવ ને લઈ પાંચ શક્તિ રથ ને પ્રસ્થાન કરાવ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 એપ્રિલ: Ambaji Shakti rath: યાત્રાધામ અંબાજી ના ગબ્બર ગઢ ઉપર આગામી 8 એપ્રિલ થી ત્રી દિવસીય પરિક્રમા મહોત્સવ નુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ સહીત પ્રસિદ્ધ ગાયક કલાકારો ગબ્બર ખાતે ઉપસ્થિત રહેનાર છે જેને લઈ આ કાર્યક્રમ નો લાભ રાજ્યભર ના શ્રદ્ધાળુઓ ને મળે તે માટે તેમના સુધી સંદેશો પહોંચાડવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5 શક્તિરથ નું આયોજન કર્યું છે

આ રથ વિવિધ મોટા મંદિર ના સ્થળોએ તેમજ અન્ય સ્થાળે પહોંચી ગબ્બર 51 શક્તિપીઠ મંદિરો ની ગાથા રજુ કરશે અને ભક્તો ને અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવ માં ઉપસ્થિત રહેવા પણ નિમંત્રણ પાઠવશે આ 5 શક્તિ રથો ને વિવિધ વિસ્તાર માં સંદેશો પહોંચાડવા માટે જિલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ વહીવટદાર આર.કે પટેલ દ્વારા પૂજા અર્ચન કરી શક્તિ રથ ને પ્રસ્થાન કરાવ્યા હતા.

આ પણ વાંચો..Gujarat Government decision for teacher: શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ?

Gujarati banner 01