Jamnagar Umiya mandir 3

Umiya Mataji Temple Jamnagar: મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં જામનગરના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

Umiya Mataji Temple Jamnagar: વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીની 1.50 લાખ હિમોગ્લોબીન પીલ્સથી તુલા કરી ઉમિયાધામની સ્વસ્થ સમાજના નિર્માણની દિશામાં નવીન પહેલ

  • Umiya Mataji Temple Jamnagar: ઉમિયાધામના સર્વાંગી વિકાસ માટે 18.25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
  • સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને ગુજરાતે સાર્થક કરી દરેક સમાજને વિકાસની રાહ ચીંધી છે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે ઉભી છે.

અહેવાલ: જગત રાવલ
જામનગર, 03 એપ્રિલ
: Umiya Mataji Temple Jamnagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં, જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો દિવ્ય અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી (Umiya Mataji Temple Jamnagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. નરેન્દ્રભાઈ મોદીની સૌને સાથે લઈ આગળ વધવાની નેમને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તકે, જિલ્લાવાસીઓના આરોગ્યની સુખાકારી માટે 3 નવી એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Umiya Mataji Temple Jamnagar

આ તકે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ખેત પેદાશ જવાબદાર છે ત્યારે આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે.રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે.

Umiya Mataji Temple Jamnagar

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ઉમિયા માતાજી મંદિરના ભવ્ય ઐતિહાસિકને વાગોળ્યો હતો તેમજ ઉમિયાધામ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ રીતે મદદરૂપ થવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.કાર્યક્રમમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીની 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરી હતી.આ તકે ઉમિયાધામના ટ્રસ્ટીશ્રી જેરામભાઈ વાસજાળીયાએ મંદિર પરિસરના નિર્માણ કાર્યોના દાતાઓના નામ જાહેર કર્યા હતા જે દાતાઓનું મુખ્યમંત્રીએ સન્માન કરી અભિવાદન કર્યું હતું.

Umiya Mataji Temple Jamnagar

આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા,પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, ઉમિયા માતાજી મંદિર સંસ્થા – ઉંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, પદ્મ મથુરભાઈ સવાણી, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઈ શેટા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તથા ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જીવણભાઈ ગોવાણી, મોહનભાઈ કુંડારિયા, ધનજીભાઈ પટેલ, મણીભાઈ વાછાણી, જયસુખભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ, મગનભાઈ જાવિયા, વજુભાઈ માણાવદરિયા,માણાવદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..Ambaji Shakti rath: 8 એપ્રિલ થી ત્રી દિવસીય પરિક્રમા મહોત્સવ ને લઈ પાંચ શક્તિ રથ ને પ્રસ્થાન કરાવ્યા

Gujarati banner 01