DV Patel part 12

Dev Anand: મૌત ભી ખ્વાબ હૈ, જૈસે જિંદગી એક ખ્વાબ હૈ..!

Dev Anand: ૧૯૮૫ના ગાળામાં દેવ આનંદ અમદાવાદ આવ્યા હતા. તેમનો ઇન્ટરવ્યૂ લેવા માટે ૧૦પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી. ૧૦પ્રશ્નો પુછાય તે પહેલાં જ જે નહોતા પૂછવા તેવા ૨૦ પ્રશ્નોના જવાબ આપી દીધા. બધી જ વાતો ઉષ્માસભર. પહેલી જ વાર મળનાર કોઈને પણ લાગે કે, દેવ સાહેબ વર્ષોથી તેમને ઓળખે છે. એ વખતે તેમના ચાહકો પણ હાજર હતા. જાણે કે વાતાવરણ જીવંત થઈ ગયું. ગજબની ઊર્જા હતી. સાવ પારદર્શક માનવી. બીજા ફિલ્મી કલાકારોની માફક ‘નહીં, મેરે પાસ વક્ત નહીં હૈં, બાદ મેં આઈયે’ – એવું કાંઈ જ નહીં. કોઈ જ નાટક નહીં, કોઈ જ દંભ નહીં. મુલાકાત પૂરી થતાં જ એક ફોન નંબર પણ આપી દેતાં બોલ્યા, ‘બમ્બઈઆઈયે, તો જરૂર મિલિયે.’ હર ફિક કો ધૂંએ મે

દેવ આનંદ(Dev Anand)ના મૃત્યુથી એક યુગનો અંત આવી ગયો. ૧૯૬૦ પહેલાં તેમની ‘સોલવાં સાલ’ ફિલ્મ રજૂ થઈ ત્યારે આખા દેશની કૉલેજિયન યુવતીઓ તેની પાછળ પાગલ થઈ ગઈ હતી. એવા રૂઢિચુસ્ત જમાનામાં પણ આ સોહામણા એક્ટરની ફિલ્મ જોવા છોકરીઓ કલાસ છોડીને છબીઘરોમાં પહોંચી જતી. પંજાબના ગુરુદાસપુર શહેરના એડ્વોકેટ પિશોરીમલ આનંદના ઘેર જન્મેલા દેવદત્ત આનંદને જિંદગી સાથે રોમાન્સ હતો અને તેથી જ તેમણે તેમની આત્મકથાનું નામ પણ ‘રોમાન્સિંગ વિથ લાઇફ’ રાખ્યું હતું. ફિલ્મી દુનિયા ચકાચૌધથી ભરેલી છે, ગ્લેમરસ છે, પરંતુ જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નજીકથી લે છે તેમને ખબર છે કે, ફિલ્મજગત ભીતરથી અત્યંત મ છે. વેરઝેર, વાડાબંધી અને તમામ પ્રકારની બદીઓથી ભરપૂર છે. પડદા પર રૂપાળા લાગતા આજના કહેવાતા યુવા સુપરસ્ટાર એક્ટર્સ પરદાની પાછળ સ્ત્રી-ક્લાકારો માટે અત્યંત બીભત્સ ભાષામાં વાત કરતા હોયછે. તમામ પ્રકારની ગાળાગાળી કરતા હોય છે. દૈવ સાહેબ એ બધાથી દૂર હતા. તેઓ રાજ કપૂર અને દિલીપકુમારના સુવર્ણયુગના સમકાલીન હતા, પરંતુ એ બધામાં દેવ આનંદ જ એક એવી વ્યક્તિ હતા જેમને કોઈની ઈર્ષ્યા નહોતી. કોઈની સાથે વેર નહોતું. કોઈની સાથે સ્પર્ધા નહોતી. તેમને માત્ર પોતાની કામથી જ મતલબ હતો. તેમણે જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. દેશની લાખો યુવતીઓ તેમની પાછળ પાગલ હતી. સુરૈયા મુસ્લિમ હોવાથી તેની સાથે લગ્નના થઈ મૂક્યાં. કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યું, પરંતુ તેમને જે પ્રેમની અપેક્ષા હતી તે ન મળ્યો. તેમના મન કદી મળ્યાં નહીં. છેલ્લે છેલ્લે ઝીનત અમાન તેમની જિંદગીમાં આવી. પરંતુ રાજ કપૂર તેમના પ્રેમનું અપહરણ કરી ગયા. છેલ્લા માસ સુધી તેઓ ફિલ્મો બનાવતા રહ્યા. પાછલી જિંદગીમાં બનાવેલી તમામ ફિલ્મો ફલોપ રહી, પરંતુ દેવ સાહેબ કર્મની થિયરીને અનુસરતા રહ્યા. ‘ગાઈડ’નું અંતિમ દૃશ્ય તેમને જ લાગુ પડે છે. છેલ્લા દૃશ્યમાં તેઓ બોલે છેઃ ‘ન દુઃખ હૈ, ન સુખ હૈ, મૌત ભી ખ્વાબ હૈ, જૈસે જિંદગી એક ખ્વાબ હૈ’ તેઓ પોતાની બરબાદી પર પણ જશ્ન મનાવતા રહ્યા. હર ફિકને ધુંઆમાં ઉડાડતા ગયા.

કોઈએ તેમને પૂછ્યું : ‘દેવ સાહેબ, આપની જવાનીનું રહસ્ય શું છે ?’ તો એમણે જવાબ આપ્યો : ‘લાઇફ ઇઝ ગ્રેટ, લાઇફ ઇઝ બ્યુટીલ, મેરી જવાની કા કોઈ રહસ્ય નહીં છે. મેં જીવન સે ભરા હુઆ હૂઁ. જબ તક ચલતે રહોગે, ભાગતે રહોગે, જવાન બને હોગે.’

દેવ(Dev Anand) સાહેબ તેમના સમયના યૂથ આઈકોન હતા. ફેશન સ્ટાર હતા. તેમણે ગળામાં મફલર પહેર્યું તો લોકો મફ્તર પહેરવા લાગ્યા. તેમણે ખાસ પ્રકારની હેટ પહેરી તો લોકો હેટ પહેરવા લાગ્યા. તેમણે કાળો ડ્રેસ પહેર્યો તો લોકો કાળા વસ્ત્રો પહેરવા લાગ્યા. એમના સમયની યુવતીઓ દેવસાહેબને કાળા ડ્રેસમાં જોવા દીવાની હતી. ઘણા એકટર્સે પણ તેમની બોલવાની સ્ટાઇલની નક્લ કરી. તેમની ચાલવાની સ્ટાઇલ પણ વિશિષ્ટ પ્રકારની હતી.


સાહિત્યપ્રેમ

એ વખતે રાજ કપૂર ચાર્લી ચેપ્લિનની અદાઓને વર્યા હતા. દિલીપકુમાર ટ્રેજે કિંગ હતા, પરંતુ દેવ આનંદ એક રોમેન્ટિક હીરો તરીકે ઊપસ્યા. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. કર્યું હતું. તેથી પોતાની વાતને સાહિત્યના અંદાજમાં વ્યક્ત કરવામાં કુશળ હતા. આર. કે. નારાયણે ૧૯૬૧માં લખેલી કૃતિ ‘ગાઈડ’ને કચકડાની પટ્ટી પર ઢાળવાની હિંમત માત્ર દેવ આનંદ જ કરી શકે. ‘ગાઈડ’ નવલકથાને સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો હતો. ‘ગાઈડ’ નવલકથામાં એક સીધોસાદો ગાઈડ એક પ્રો પુરાતત્ત્વવિદ્ની યુવાન પત્ની સાથે એડલ્ટરી કરે છે. પ્રેમિકા સાથે થોડીક છેતરપિંડી કરે છે, જેલમાં જાય છે અને જેલમાંથી છૂટયા બાદ લોકો તેને સંન્યાસી સમજી લે છે તેવા અઘરા વિષયને ફિલ્મના સબ્જેક્ટ તરીકે દેવ સાહેબે સ્વીકાર્યો. આ વિષય પસંદ કરવા પાછળ તેમનો સાહિત્ય પ્રત્યેનો લગાવ જ કારણભૂત હોઈ શકે. આ ફિલ્મનું નિર્દેશન કરવા રાજ ખોસલાએ ના પાડી દીધી. દેવ સાહેબ તેમના ભાઈ ગોલ્ડી પાસે ગયા. ગોલીએ વિષ પ્રત્યે નાપસંદગી વ્યક્ત કરી. તેમને લાગ્યું કે, ભારતના લોકો આ કથાને સ્વીકારશે નહીં. ખુબ સમજાવટ પછી તેમના ભાઈ ગોલી સંમત થયા. તેમના ભાઈએ જ નવલકથા પરથી સ્ક્રિપ્ટ લખી અને ફિલ્મ હિન્દી તથા અંગ્રેજી એમ બંને ભાષામાં બની. ‘ગાઈડ’ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી. ‘ગાઈડ’ ફિલ્મે હિન્દી ફિલ્મ સિનેમાના તમામ રૂલ્સ બદલી નાખ્યો. પરદા પર આ જ દર્શાવી શકાય અને આ ના જ દર્શાવી શકાય તેવી રૂઢિઓ નોડી નાખી. ‘ગાઈડ’ ફિલ્મ આજે પણ હિન્દી સિનેમામાં એક માઈલસ્ટોન છે. ‘ગાઈડ ફિલ્મનાં અંતિમ દશ્યોનું શૂટિંગ ગુજરાતમાં લીંબડી પાસે થયું હતું. બોલો ક્યાપીઓગે?

તેમનુ અંગત જીવન બીજા ફિલ્મ કલાકારો કરતાં સાવ અલગ હતું. દેવ સાહેબ સાથે ફોન પર વાત કરવી હોય તો વાયા સેક્રેટરી જવું જરૂરી નહોતું. તેઓ પોતે જ ફોન ઉપાડતા. ફોન પર ‘લો’ કહેવાની તેમની સ્ટાઈલ પણ અનોખી હતી. ઉષ્માસભર અવાજ સાથે વાત કરતા. આજે ઘણા એક્ટર્સ મીડિયા સાથે વાત કરતાં કતરાય છે, પણ દેવ સાહેબને પત્રકારો પ્રિય હતા, પછી તે નાનો હોય કે મોટો, મુંબઈમાં બાંદ્રા ખાતે તેમની ઑફિસ હતી. કોઈ પણ પત્રકાર તેમને મળવા જાય એટલે ઉમળકાથી આવકારે. તે પછ પૂછેઃ ‘બોલો, ક્યા પીઓગે?’ કોઈ કહે : ‘ચાય.’ તે પછી તેઓ બોલે : ‘ઈન કે લિયે ઐસ ચાય લાના કિ ઉન્હેં હંમેશાં યાદ રહે કી કહાં ચાય પી થી.’

Dev Anand's Grandson Rishi Anand Set To Make Bollywood Debut With 'Saajan  Chale Sasural' Remake!


દૈવ સાહેબ બહુ પાર્ટીઓમાં જતા નહીં, પરંતુ મિત્રોને અને ખાસ કરીને મીડિયાને પાર્ટીઓ આપવાના શોખીન હતા. તેઓ હાથમાં દારૂનો ગ્લાસ રાખતા, પરંતુ પીતા નહીં. ત્રણ કલાક સુધી બધાને મળતા રહે. વાતો કરતા રહે, પણ ગ્લાસ જેમનો તેમ રહે બાવામાં પણ તેઓ મિતાહારી હતા. તેઓ એક વાર કોઈને મળે તે પછી તેનું નામ કદી ભુલતા નહીં. પોતાના જન્મદિવસે માત્ર બર્થડે કાર્ડ કે ફૂલ જસ્વીકારતા હતા, ગિફ્ટ નહીં. દેવ સાહેબ તેમની ઓફિસમાં રંગીન લાઇટો લગાવવાના શોખીન હતા. ડિનરમાં પ અને રાત્રે મીઠા નમક વગરની પોપકોર્ન ખાવાનું પસંદ કરતા હતા. તેમની આખી જિંદગી સ્ટુડિયોમાં જ પસાર થઈ. એક ફિલ્મ નિષ્ફળ જાય તો તરત બીજી ફિલ્મ પર કામ શરૂ કરી દેતા હતા. રોજ સવારે ૧૧ વાગે સ્ટુડિયોમાં આવી જતા હતા. મોડી રાત સુધી સ્ટુડિયોમાં જ રોકાતા. કેટલીક વાર તો તેમની ફિલ્મનું શુટિંગ ચાલતું હોય ત્યારે બે-ત્રણ દિવસ સ્ટુડિથીની બહાર આવતા નહોતા. તેમની ફિલ્મોના વિષયોની પસંદગી પણ એવી રીતે કરતા કે ભટકી ગયેલા યુવાનોને યોગ્ય રસ્તો મળે. દા.ત. હરે રામા હરે ક્રિષ્ના’ ફિલ્મ દ્વારાયુવાનોને તેમણે નશાથી દૂર રહેવા સુંદર મસેજ આપ્યો હતો.

અનિમક્રિયાથી દૂર

ઘણા ઓછો લોકો એ વાત જૂણે છે કે, તેઓ કદીયે કોઈની અંતિમક્રિયામાં જતા નહી. તેઓ કહેતાઃ “એક વ્યક્તિના મૃતદેશ પર કપડું ઢાંકેલું હોય અને તેના નાક તથા મોમાં રૂ મૂકેલું હોય તેવું દશ્ય લોકો યાદ રાખે તેને હું પસંદ કરતો નથી. માણસે શા માટે શાંતિપૂર્વક જતા એવું ના જોઈએ? જગતમાંના હોઉં ત્યારે મને એ રીતે કોઈના જુએ તે બેજો. હું જીવતો હતો ત્યારે જે રીતે લોકોએ મને જોયો છે તે રીતે જ મને યાદ રાખે તેમ હું ઇચ્છું છું. પોતાના મૃત્યુ બાદ કોઈ શોક ના મનાવે અને તેમની અંતિમક્રિયા લોકોની નજરથી દૂર રહે તેવી તેમની ઈચ્છા હતી. અંગત જીવનમાં તેમણે શાયદ શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનને આત્મસાત કરી લીધુંતું. દેવ સાહેબના જીવનમાં ઘણા રહસ્યો ખુલ્લાં હોવા છતાં ના સમાય તેવી કેટલીક વાતો હતી. એક વાર કોઈ પત્રકારે તેમને પૂછ્યું: ‘તમારી ફિલ્મો ફ્લોપ જાયછેતો નવી ફિલ્મ માટે પૈસા કોલ આપે છે

દેવ સાહેબે ત્વરાથી જવાબ આપ્યો : ‘મારે મારી ફિલ્મમાં ફાઈનાન્સ માટે કોઈને

એવુંપડતું નથી. મારા જીવનમાં હું ઘણા પૈસા કમાો છું.’
એકાકી હતા?

તેઓ પરિણીત હતા અને બે સંતાનોના પિતા હતા, પરંતુ ખરી વાત એ છે કે, દેવ સાહેબ અંગત જીવનમાં એકાકી હતા. તેઓ તેમની બર્થ-ડે પાર્ટી કોઈ હોટેલમાં જ આપતા. અનેક પત્રકારો તેમના મિત્ર હોવા છતાં જિંદગીમાં કદીયે કોઈ પત્રકારને તેમણે તેમના રૂઇયા પાર્ક નિવાસ્થાન પર કદી બોલાવ્યા નહોતા. આ નિવાસસ્થાનમાં તેઓ તેમનાં પત્ની કલ્પના કાર્તિક, પુત્ર સુનિલ અને પુત્રી દેવીના સાથે રહેતા હતા. તેમ મીડિયા સાથે કે મિત્રો સાથે પત્ની કે સંતાનો વિશે કદીય કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. શાયદ સોહામણા હૃદય અને સોહામણા વ્યક્તિત્વવાળો આ સદાબહાર સ્ટાર ભીતરથી સાર એકલો હતો.

દેશના કરોડો ચાહકોની જેમ પઠાણકોટ પાસે આવેલા ઘટોતા નામના ગામના લોકો પણ દુઃખી છે. દેવ સાહેબ નાના હતા ત્યારે એમનું બચપણ આ ગામમાં ગુજર્યું હતું. અહીંના લોકો ઇચ્છતા હતા કે, દેવ સાહેબ એક દિવસ તેમના ગામ આવશે, પણ તેમની આ હસરત અધૂરી જ રહી ગઈ. દેવ સાહેબનો પરિવાર પાછળથી ગામ છોડી લાહોર અને ભાગલા બાદ મુંબઈ આવી ગયો. તે પછી દેવ સાહેબ ફિલ્મજગતમાં વ્યસ્ત થઈ ગયા અને કદીયે એમના ગામ ગયા નહીં, પરંતુ ગામના વૃદ્ધજનોની બુઠ્ઠી આંખો સમક્ષ દેવ આનંદ અને તેમના ભાઈઓની ધૂંધળી યાદો જીવંત છે.

આ પણ વાંચોઃ Gujarat Government decision for teacher: શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ?

આ પણ વાંચોઃ Baby girl born with this miracle: નવરાત્રિના શુભ દિવસોમાં આ પરિવારમાં આવી દીકરી, આ ચમત્કાર સાથે થયો જન્મ- જુઓ વીડિયો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.