Ambaji

Ambaji temple aarti timing: અંબાજી મંદિરમાં થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જાણો…

Ambaji temple aarti timing: દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવા થી આરતી ત્રણ સમય કરવા માં આવશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 21 એપ્રિલઃ Ambaji temple aarti timing: યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્ત ના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં આવતા યાત્રીકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. એટલુ જ નહી અંબાજી મંદિરમાં તારીખ 22 એપ્રિલ શનિવારના વૈશાખ સુદ ને અખાત્રીજ થી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે.

જેમા બપોરની આરતી વધારાની કરવામાં આવશે. માનવામાં આવે છે કે હાલની કાળ ઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા ને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકૈ બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજી બાલ્યા અવસ્થા .બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થા ના દર્શન થશે તેમ મંદિર ના ભટ્ટ મહારાજ તન્મય ભાઈ ઠાકરે જણાવ્યુ હતુ.

  • સવારે આરતી 7.00 થી 7.30
  • સવારે દર્શન 7.30 થી 10.45
  • બપોરે આરતી 12.30 થી 1.00
  • બપોરે દર્શન 1.00 થી 4.30
  • સાંજે આરતી 7.00 થી 7.30 સુધી અને
  • સાંજે દર્શન 7.30 થી રાત્રી ના 9.00 સુધી ખુલ્લા રહેશે

જોકે અંબાજી મંદિરમાં આ દર્શન આરતી ના સમયમાં ફેરફાર કરાતા તારીખ 22 એપ્રિલથી 19 જૂન સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહી.

આ પણ વાંચો… Saurashtra Tamil Sangam: એકતા નગર ખાતે ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનો અનોખો સંગમ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો