City bus

AMC gave gifts to women on Raksha Bandhan: AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ, જાણીને ખુશ થઇ જશે બહેનો

AMC gave gifts to women on Raksha Bandhan: રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બાળકો અને મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણ ફ્રી રાખવામાં આવી છે

અમદાવાદ, 10 ઓગષ્ટઃ AMC gave gifts to women on Raksha Bandhan: AMTS વિભાગ દ્વારા રક્ષાબંધન નિમિત્તે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓને રક્ષાબંધન તહેવાર નિમિતે AMTSમાં મુસાફરી ફ્રી રહેશે. જ્યારે 10 વર્ષથી નાના બાળકોને પણ મુસાફરી ફ્રી રહેશે. તમને જણાવી દઈએ કે અગાઉ માત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે માત્ર 10 રૂપિયા ટીકીટ દર રખાયો હતો. પરંતુ હવે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બાળકો અને મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણ ફ્રી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ Raju Srivastava admitted: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક, હાલ સારવાર હેઠળ

શહેરમાં એએમસી સંચાલીત એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ભેટ આપી છે. અગાઉ આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં મુસાફરી કરી શકતી હતી. પરંતુ હવે સમય બદલાતા હવે સમય બદલાયો છે. AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને મહત્વની ભેટ આપી છે.

Advertisement

અમદાવાદ મહાનગરપાલિકાએ રક્ષાબંધન નિમિત્તે બહેનોને મોટી ભેટ આપતા રક્ષાબંધન તહેવાર નિમિતે મુસાફરી ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ દિવસે AMTSમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. 10 વર્ષથી નાના બાળકોને પણ મુસાફરી ફ્રી રહેશે. 

ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસમાં બસમાં મનપસંદ ટિકિટનું ભાડું 35 જેટલું લેવાય છે, જયારે મહિલાઓ પાસેથી 20 અને બાળકો પાસેથી 10 રૂપિયા ટિકિટનું દર લેવાય છે. પરંતુ આ વખતે રક્ષાબંધનના દિવસે ટિકિટ ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ Vivek dies of drug overdose: વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોત, વાંચો વિગત

Advertisement
Gujarati banner 01