Rain 1

Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગર, 10 ઓગષ્ટઃ Gujarat Rain Forecast: મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં રાજ્ય પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ AMC gave gifts to women on Raksha Bandhan: AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ, જાણીને ખુશ થઇ જશે બહેનો

ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. આખા શહેરના માથા પર ડાળાડિબાંગ વાદળા છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે.

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજે મંગળવારે સવારથી 2 કલાકમાં 26 તાલુકામાં વરસાદ છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદી આંકડા પર નજર કરીએ તો, ખેડાના કઠલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહિસાગરના સંતરામપુર, કડાણા પોણો ઈંચ વરસાદ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Raju Srivastava admitted: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક, હાલ સારવાર હેઠળ

Gujarati banner 01