12 year old daughter suicide

Vivek dies of drug overdose: વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોત, વાંચો વિગત

Vivek dies of drug overdose: માતાનું કહેવુ છે કે વિવેકની હત્યા થઇ છે તેવો લગાવ્યો આક્ષેપ

વડોદરા, 10 ઓગષ્ટઃ Vivek dies of drug overdose: છેલ્લા કેટલાય સમયથી દારુ અને ડ્રગ્સ બાબતે ગુજરાત લડારમાં છે. તેવામાં વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. ત્યારે હવે વડોદરાનો યુવક ડ્રગ્સનો ઓવરડોઝ લેતા પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે.

વડોદરા શહેરના સમા વિસ્તારના રહેવાસી મૃતક વિવેક કરણને ડ્રગ ડીલરે કબૂલાતનામું કરાવ્યું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. ગઇકાલ સુધી પોલીસ દારૂ કે કેફી પદાર્થને કારણે મોત થયું હોવાનું જણાવતી હતી. જો કે વિવેકના અંતિમ વિડીયોને પગલે તેણે ડ્રગ્સના ઓવરડોઝ લીધો હોવાનું સ્પષ્ટ સમજાય છે તેમ જાણકારોનું માનવું છે. મૃતકના મિત્ર વર્તુળમાંથી પ્રાપ્ત માહિતી મુજબ બલજીત રાવત અને નેહા શહેરમાં રીતસરનું ડ્રગ નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

બલજીત રાવત પોતાના ડિફેન્સ કોલોનીના ઘરમાં લાંબા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો, જેમાં નેહા અને પરીન ભંડારી પણ હતાં. તેઓ ડિલિવરીનું કામ પણ કરતાં હતાં અને ત્રણેય સમા અને ક્રાઈમ બ્રાન્ચના ચોપડે ચઢી ચૂકેલા છે. આ વીડિયો ઉતારવાનો ઈરાદો મહેફીલમાં બેઠેલા લોકોના સ્વ બચાવનો હોય તેવી શંકા ઊભી થઈ છે.

આ પણ વાંચોઃ Shailesh Lodha reacts on Social Media: નિર્માતા આસિત મોદીના નિવેદન પર એક્ટર શૈલેષ લોઢાએ સો-મીડિયા પર આપી આવી પ્રતિક્રિયા

વિવેકને ચિત્તા કહેવાતું ડ્રગ પીવડાવ્યું હોવાનું માનવામાં આવે છે, જેના ઓવરડોઝથી મોત થયું હોવાની દિશામાં પોલીસે તપાસ કરી છે. વિવેકની માતા અનુસાર તેની હત્યા કરાઇ છે. જો કે વિવેકના પિતાએ ફરિયાદ નોંધાવાની ના પાડતાં પોલીસની હાલત કફોડી બન્યાંનું સુત્રોએ કહ્યું હતું.

સમા પીઆઈ ડૉ.બી.બી.પટેલે જણાવ્યું કે, બલજીત, કૈલાસ ભંડારી અને નેહાનું નિવેદન લેવાયું હતું. કૈલાસે જણાવ્યું કે વિવેક જ્યારે પીને આવ્યો ત્યારે કૈલાસે રાત્રે રોકાવાની ના પાડી હતી. અંહીથી જતો રહે કહેવા છતાં માન્યો નહીં. પોતાની સેફ્ટી માટે કૈલાસ ઉર્ફે પરિને વિડીયો લીધો હતો.

સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. સમા પોલીસે નેહા, પરીન ભંડારી અને બલજીત રાવતની પુછપરછ કરી ડ્રગ્સ તથા દારૂ છે કે નહીં તેના બ્લડ સેમ્પલ સુરત ફોરેન્સિકમાં મોકલી તેમને જવા દીધા હતાં. બલજીત રીઢો ગુ્નેગાર છે, તે પાછો આવશે? તે અંગે તેમણે જણાવ્યું હતું કે ‘શોધી નાંખીશું.’

આ પણ વાંચોઃ Gobar dhan yojana: રાજ્ય સરકાર સાથે સહભાગી થયેલા સહકારી ડેરી સંઘોને પ્રથમ હપ્તા પેટે કુલ 1 કરોડ રૂપિયાની રકમના ચેક વિતરણ કર્યા

Gujarati banner 01