Amit Saha

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ(Amit shah)ના હસ્તે SG હાઇવે-વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ, હવે ગાંધીનગર જતા માત્ર 20થી 25 મીનિટ લાગશે- વાંચો વિગતે

અમદાવાદ, 21 જૂનઃAmit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો છે. અમદાવાદથી ગાંધીનગર રોજ અંદાજે 1 લાખ વાહનોની અવરજવર થતી હોય છે, ત્યારે હવે રૂ.28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા આ ફ્લાઇ-ઓવર બ્રિજથી ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે.

લોકાર્પણ સમયે અમિત શાહ(Amit shah)ની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. આ ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાઇ-ઓવર બ્રિજનું ઉદઘાટન પણ કરશે. સવારથી બંને ફ્લાઇ-ઓવર બ્રિજના ઉદઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છારોડી SGVP ગુરુકુલ ગેટ પાસે કાર્યક્રમ યોજાશે.

Amit shah

અમિત શાહે(Amit shah) જણાવ્યું હતું કે કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયને કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે, કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાય-ઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પૂરી કરવા માટે મર્યાદિત સમય હતો. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફલાઇ-ઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર-અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આજથી શરૂ થયો છે, જેથી દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ફ્લાઇ-ઓવરબ્રિજનું પણ ઉદઘાટન કરવામાં આવશે.

અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 6 પૈકી 4 ફલાઇ-ઓવર હવે બનીને તૈયાર થઈ ગયા છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.

ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી એના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી ઘણા બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.

આ પણ વાંચોઃ યોગ દિવસ પર પ્રધાનમંત્રીનું(PM Addressing) સંબોધન: PM મોદીએ કહ્યું- કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ, જુઓ વીડિયો