કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ(supreme court)માં આપ્યું સોગંદનામું: કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવા શક્ય નથી..!

નવી દિલ્હી, 20 જૂનઃ સુપ્રીમ કોર્ટ(supreme court)માં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા આપવાની ના પાડી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કરીને આ જાણકારી આપી છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે સરકાર પહેલેથી જ અન્ય માધ્યમો દ્વારા આર્થિક સહાયતા આપી ચૂકી છે. પરિજનોને વધુ 4-4 લાખ રૂપિયા આપવાથી એસડીઆરએફનું બધુ ફંડ ખતમ થઈ જશે. તે શક્ય નથી.

સોગંદનામા(supreme court)માં કેન્દ્ર સરકારે કહ્યું કે પાત્ર અને જરૂરિયાતવાળા લોકોને મદદ પહોંચાડી દેવાઈ છે. પીડિત પરિજનોને વધુ આર્થિક મદદ કરવી શક્ય નથી. સરકાર તરફથી કહેવાયું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના વાયરસથી ઊભા થયેલા હાલાતને પહોંચી વળવા માટે ઘણો પૈસો ખર્ચ કરી ચૂકી છે. વધુ દબાણ આવશે તો આર્થિક સ્થિતિ પર અસર પડશે.

તમારા મોબાઇલ પર દેશ- દુનિયાના સમાચાર જાણવા અહીં ક્લીક કરો.

નોંધનીય છે કે, આ અરજી(supreme court)માં કોરોના વાયરસથી જે દર્દીઓના મોત થયા છે તેમના પરિજનોને આર્થિક મદદ આપવાની માગણી કરાઈ છે. અરજીકર્તાએ કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને વર્ષ 2015માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી નિર્દેશ બહાર પડાયા હતા જેમાં આફતના કારણે થનારા મોત પર 4 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી શાહ(Amit shah)ના હસ્તે SG હાઇવે-વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ, હવે ગાંધીનગર જતા માત્ર 20થી 25 મીનિટ લાગશે- વાંચો વિગતે