Amit Shah clarified about the next CM: અમિત શાહે આગામી CM અંગે કરી સ્પષ્ટતા; ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશે

Amit Shah clarified about the next CM: ભૂપેન્દ્ર પટેલને ગઇ ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ મતોની સરસાઈથી વિજય મળ્યો હતો, આ વખતે તેમને અગાઉ કરતાં પણ વધુ લીડ મળશે: અમિત શાહ

અમદાવાદ, 17 નવેમ્બર: Amit Shah clarified about the next CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નામાંકન ભરતી વખતે હાજર રહેલા અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો, તેમણે કહ્યું કે ઘાટલોડિયાના દરેક નાગરિકો તેમના પરિવાર જેવા છે. ભાજપ પરિવારવાદમાં માનતો પક્ષ નથી, પરંતુ પક્ષમાં જોડાયેલા સહુ લોકો પરિવારના સભ્યોની જેમ સાથે રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે તેમનું ઉમેદવારી પત્ર ભરતાં પહેલા તેમના શ્રદ્ધાસ્થાન અડાલજના દાદા ભગવાન મંદિરે શિશ ઝુકાવીને તથા અન્ય સાધુ- સંતોના આશિર્વાદ લઇ રોડ-શોના સ્વરૂપે ગૃહમંત્રી અમિત શાહની સાથે એક યાત્રાના સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ પહેલા શાહ અને પટેલે એક મોટી જનસભાને સંબોધી જેમાં (Amit Shah clarified about the next CM) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશે તેવું સ્પષ્ટ કર્યું હતું.

આ પણ વાંચોPM Modi gujarat visit: પીએમ મોદી આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ…

આ ચૂંટણીમાં ભાજપ જીતે તો મુખ્યમંત્રી કોણ બને તે અંગેની તરેહ- તરેહની ચર્ચાઓ ભાજપના જ વર્તુળોમાં વહેતી થઇ હતી, આ બાબતનું ખંડન અમિત શાહે આ રેલીમાં કહ્યું કે મેં આ વિસ્તારનો વિકાસ જોયો છે અને ભૂપેન્દ્ર પટેલે તેમાં ખૂબ સારું યોગદાન આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલને ગઇ ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ મતોની સરસાઈથી વિજય મળ્યો હતો, આ વખતે તેમને અગાઉ કરતાં પણ વધુ લીડ મળશે. શાહે પોતાના સંબોધનમાં ગુજરાતમાં અગાઉ લદાતા કહ્યું, રામમંદિર, તીન તલ્લાક અને કશ્મીરમાંથી કલમ 370ની નાબૂદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અમદાવાદના શહેરી મતદાતાઓને તેમણે હિન્દુત્વના આ અલગ-અલગ મુદ્દાઓને લઇને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નામાંકન ભરતી વખતે હાજર રહેલા અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો, તેમણે કહ્યું કે ઘાટલોડિયાના દરેક નાગરિકો તેમના પરિવાર જેવા છે. ભાજપ પરિવારવાદમાં માનતો પક્ષ નથી, પરંતુ પક્ષમાં જોડાયેલા સહુ લોકો પરિવારના સભ્યોની જેમ સાથે રહે છે. ઘાટલોડિયા મતવિસ્તારમાં 85 હજાર કરતાં વધુ પાટીદાર મતદાતાઓ છે જ્યારે 50 હજાર જેટલાં રબારી સમાજના મતદાતાઓ રહે છે. તે સિવાય 35 હજાર ઠાકોર, 30 ઓબીસી તેમજ તેટલાં જ અન્ય સવર્ણો છે. દલિતો, ઉત્તર ભારતીય સમુદાય તેમજ અન્ય જ્ઞાતિના મળીને 20 હજાર મતદાતાઓ છે. ભાજપ માટે ઘાટલોડિયા સેફ બેઠક છે, બીજી તરફ કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને ભૂપેન્દ્ર પટેલની સામે ઉતાર્યાં છે.

Gujarati banner 01