PM Modi 1

PM Modi gujarat visit: પીએમ મોદી આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ…

PM Modi gujarat visit: વડાપ્રધાન મોદી 19 નવેમ્બરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, વાપીમાં કરશે રોડ શો

ગાંધીનગર, 17 નવેમ્બર: PM Modi gujarat visit: ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થતાં પ્રચારનું કામ ધમધોકાર શરૂ થવા જઈ કહ્યું છે. ઉમેદવારોના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થતા જ ફરી એક વાર સભાઓ, રેલીઓ અને રોડશોનો દોર શુરૂ થવાનો છે. ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસે 40-40 સ્ટાર પ્રચારકો નીમ્યા છે.

આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી 19 નવેમ્બરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન વાપીમાં રોડ શો કરશે. તેમજ વલસાડમાં જનસભાને પણ સંબોધન કરશે. એવામાં આવો જાણીએ પીએમ ના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો…

  • પીએમ મોદીના પ્રવાસ દરમિયાન તેઓ મતદાનના પહેલા ચરણમાં આવતા ઝોન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેલી અને જનસભાને સંબોધશે.
  • વડાપ્રધાન 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે.
  • વલસાડમાં જનસભાને પણ સંબોધન કરશે.
  • 20 નવેમ્બરે તેઓ ચાર જનસભાને સંબોધશે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના વેરવાળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધશે.

આ પણ વાંચો: LPG cylinder news: ચોરાયેલા ગેસ સિલિન્ડરને ટ્રેક કરવું બનશે સરળ, સરકાર કરી રહી છે આ કામ…

Gujarati banner 01