Armed Forces Flag Day

Armed Forces Flag Day: સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો જામનગર જિલ્લામાં કલેકટર ડો. સૌરભ પારઘીના હસ્તે શુભારંભ

Armed Forces Flag Day: દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને મા ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવાનો દિન એટલે સશસ્ત્ર સેના ધ્વજદિન

રિપોર્ટ: જગત રાવલ

જામનગર, ૦૭ ડિસેમ્બરઃ Armed Forces Flag Day: દેશભરમાં ૦૭ ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત પોતાનું અંગત અનુદાન આપી કરી હતી. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યાએ પણ યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Armed Forces Flag Day 2

આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટર ડો. સૌરભ પારઘીએ અપીલ કરી હતી. આ ફાળાની રકમ “કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ” લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે તેમજ આ કચેરીનો સંપર્ક નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ છે.

Armed Forces Flag Day 1

આ પણ વાંચો: Gold necklace donation: આજે અંબાજી મંદિર ટ્રસ્ટ ને 70 ગ્રામ સોના નો હાર ભેટ મા અર્પણ કરાયો

આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા, રહીશ ઘાંચી, જીતેન્દ્રગીરી ગૌસ્વામી, હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, મહિલા કલ્યાણ વ્યવસ્થાપક રેખાબેન દુદકીયા, પ્રવિણસિંહ જાડેજા સહિતના પૂર્વ સૈનિકો વગેરે જોડાયા હતા.

Whatsapp Join Banner Guj