Gold har ambaji

Gold necklace donation: આજે અંબાજી મંદિર ટ્રસ્ટ ને 70 ગ્રામ સોના નો હાર ભેટ મા અર્પણ કરાયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૭ ડિસેમ્બરઃ
Gold necklace donation: શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે આજે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા ૩ લાખ ઉપરાંતનો સોનાનું દાન ભેટ મળ્યુ છે પુના ના એક માઇ ભક્તે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પોતાનું નામ ગુપ્ત રાખી 73 ગ્રામ સોનાનો હાર માતાજીને અર્પણ કરાયો હતો જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ છે તેની કિંમત અંકાતા રૂપિયા 3.31 લાખની કિંમત થઈ હતી ને મંદિર ટ્રસ્ટે સોના નુ ગુપ્ત દાન કરનાર શ્રધ્ધાળુનો આભાર માન્યો હતો .

આજે અંબાજી મંદિરમાં સવારે મહારાષ્ટ્ર ના પુના થી અંબાજી દર્શને આવેલા યાત્પીરે માતાજીના દર્શન કરી ને મંદિર મા 73 ગ્રામ ના વજનનો સોના નો હાર માતાજી ને અર્પણ કર્યુ હતુ જોકે દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખી પોતાની ઓળખાણ ન આપી આ દાન કર્યુ હતુ દાતા ને પોતા ની ઈચ્છાઓ પરિપૂર્ણ થતા અને માતાજીએ જ આપેલું સર્વ માતાજીનુ જ છે અને પરત માતાજીના આપવામાં આવ્યુ હોય તેવી ભાવના સાથે માતાજીને પુનાથી લાવેલો સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો હતો.

Gold necklace donation, ambaji

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ટેમ્પલ ઈન્સપેકટર સતીશ ગાઠવી ને સુપ્રત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…Pandesara rape murder case: સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા, પરિવારને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

Whatsapp Join Banner Guj