DDO chek devlopment worl paalanpur

Banaskantha DDO Inspected operations: બનાસકાંઠા DDO પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

Banaskantha DDO Inspected operations: જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવતા દર્દીઓની પણ મુલાકાત લઇ આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૪ જાન્યુઆરીઃ
Banaskantha DDO Inspected operations: પાલનપુર શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વોર્ડવાઈઝ ૧૪ ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમનાં સંપર્કમાં આવેલા લોકોને સારવાર મળી રહે તથા તેમના સ્વાસ્થ્યની ચકાસણી માટે ૭ સંજીવની રથ પણ શરૂ કરવામાં આવ્યા છે.

ધન્વંતરી રથ અને સંજીવની રથની કામગીરીના નિરીક્ષણ માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવતા દર્દીઓની પણ મુલાકાત લઇ આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

ધન્વંતરી અને સંજીવની રથમાં કામ કરી રહેલા ર્ડાકટરો, ફાર્માસીસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી કોરોના કેસોનો વ્યાપ અટકાવવાના પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતુ.

Advertisement

આ પણ વાંચોBanaskantha collector notice: ૩૧ જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવા કલેકટરના અધિકારીઓને સુચના

Gujarati banner 01