Bhadarvi Poonam pagyatra: બોલ મારી અંબે ના નાદ સાથે ભક્તોએ ભાદરવી પૂનમની પગયાત્રા શરૂ કરી
Bhadarvi Poonam pagyatra: કોરોનાની ત્રીજી લહેરના કારણે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો બંધ રહેશે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૩ સપ્ટેમ્બર: Bhadarvi Poonam pagyatra: શક્તિપીઠ અંબાજી માં દરવર્ષે ભાદરવિપુનમ નો મહામેળો યોજાય છે જે સાત દિવસ ના મેળા માં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી માં અંબે ના દર્શન કરે છે ને નવરાત્રી દરમિયાન માતાજી ને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે પણ આ ભાદરવીપૂનમ ના મેળા ને સતત બીજા વર્ષે પણ કોરોના નું ગ્રહણ લાગવાની પુરે પુરી શક્યતાઓ જોવા મળી રહી છે

અંબાજી માં ચાલુ વર્ષે ભાદરવીપૂનમ નો મેળો લગભગ 14 સપ્ટેમબર થી શરૂ થવા જઈ રહ્યો છે પણ કોરોના ની બીજી લહેર બાદ ત્રીજી લહેર ની શક્યતાઓ ને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે જોકે ગતવર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશત ના પગલે યાત્રિકો એ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે કોરોના મહામારી ને લઈ 14 સપ્ટેમ્બર થી શરૂ થનારો મેળો શ્રદ્ધાળુઓ ની સુખાકારી ને સ્વાસ્થ્ય ની સુરક્ષા ને લઈ મુલતવી રહી શકે છે
એટલુંજ નહીં કદાચ મંદિર પણ બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે યાત્રિકો તે પૂર્વેજ માં અંબે ના દર્શન કરી લેવા ને મંદિર ના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું હોય તેમ હમણાં એક મહિના પહેલા જ યાત્રિકો ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છે ને માર્ગો ને મંદિર બોલમાડી અંબે જાય જાય અંબે ના નાદ થી ઘુંજવા લાગ્યા છે.

જોકે ભાદરવી પૂનમ વખતે પદયાત્રીઓ માટે આરોગ્ય ન હોય કે પછી ચા નાસ્તા ને જમણવાર ના નિઃશુલ્ક સેવા કેમ્પો શરૂ થતા હોય છે પણ આ વખતે પદયાત્રીઓ પોતાની યાત્રા વહેલા શરૂ કરી દીધી છે પણ એક પણ સેવાકેમ્પ જોવા મળતા નથી પણ સેવાભાવી લોકો દ્વારા પોતાના વાહનો માં દવાઓ લઈ પદયાત્રીઓ ની સેવા કરી રહ્યા છે જોકે કોરોના ની ત્રીજી લહેર આવેજ નહીં પણ શ્રદ્ધાળુઓ ની સુખાકારી માટે અંબાજી નો મેળો બંધ રહે તેવું યાત્રિકો પણ ઈચ્છી રહ્યા છે.

