whatsapp banned 30 lakh indian accounts : વોટ્સએપે 30 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, નવા આઇટી નિયમ ચાલુ વર્ષથી લાગુ

whatsapp banned 30 lakh indian accounts : વોટ્સએપે તેના છેલ્લા અહેવાલમાં જણાવ્યું હતું કે તેને 594 યુઝર રિપોર્ટ્સ મળયા છે. તેમા એકાઉન્ટ સપોર્ટના 137, પ્રતિબંધની અપીલના 316, અન્ય સપોર્ટના 45, પ્રોડક્ટ સપોર્ટના 64 તથા સલામતીના 32 યુઝર રિપોર્ટ 16 જુનથી 31 જુલાઈ દરમિયાન મળ્યા હતા

નવી દિલ્હી, 03 સપ્ટેમ્બરઃ whatsapp banned 30 lakh indian accounts: વોટ્સએપ દ્વારા 16 જુનથી 31 જુલાઈ દરમિયાન 30 લાખથી વધારે ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ કંપનીએ તાજેતરમાં જણાવ્યું કે તેના કોમ્પ્લાયન્સ અહેવાલમાં જણાવ્યું હતું. સસ્પેન્ડ થયેલા એકાઉન્ટ્સની વાસ્તવિક સંખ્યા 30 લાખ 27,000 છે. મેસેજિંગ પ્લેટફોર્મને  આ સમયગાળામાં 594 ફરિયાદ મળી છે. આ ખાતાઓ વિવિધ ફરિયાદોના લીધે સસ્પેન્ડ કરાયા છે. 

આ ફરિયાદોમાં ઓટોમેટેડ મેસેજિસ વગેરેના બિનસત્તાવાર ઉપયોગનો સમાવેશ થાય છે. વોટ્સએપે તેના છેલ્લા અહેવાલમાં જણાવ્યું હતું કે તેને 594 યુઝર રિપોર્ટ્સ મળયા છે. તેમા એકાઉન્ટ સપોર્ટના 137, પ્રતિબંધની અપીલના 316, અન્ય સપોર્ટના 45, પ્રોડક્ટ સપોર્ટના 64 તથા સલામતીના 32 યુઝર રિપોર્ટ 16 જુનથી 31 જુલાઈ દરમિયાન મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન 74 એકાઉન્ટ પર પગલાં લેવાયા હતા. આ પગલાંનો અર્થ ક્યાં તો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનો કે એકાઉન્ટ રિસ્ટોર કરવાનો થાય છે. 

આ પણ વાંચોઃ Dolphin dead body: 22 દિવસ બાદ દરિયા કિનારે અંદાજે 5 ફૂટ લાંબી ડોલ્ફિનનો મૃતદેહ મળ્યો

કંપનીએ જણાવ્યું હતું કે કેટલાય અહેવાલોની સમીક્ષા થઈ છે, પરંતુ ઘણા કારણસર તેને એક્શનની કે પગલાંની યાદીમાં સમાવાયા નથી. તેમા યુઝરને તેના એકાઉન્ટ માટે કે કેટલાક ફીચર્સનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટને એક્સેસ કરવાની જરૂર પડી શકે, યુઝર દ્વારા પ્રતિબંધિત એકાઉન્ટ રિસ્ટોર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હોય અને વિનંતી નકારી કાઢવામાં આવી હોય અથવા તો રિપોર્ટેડ ખાતાઓ ભારતના કાયદાનો કે વોટ્સએપ્સની ટર્મ્સ ઓફ સર્વિસનો ભંગ કરતા ન હોય તેનો સમાવેશ કરાયો છે, એમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું.

ભારતમાં કેટલાક સોશિયલ મીડિયા ઇન્ટરમીડીઅરીઝ તેમના કોમ્પ્લાયન્સ રિપોર્ટને આઇટીના નિયમ ૨૦૨૧ મુજબ પ્રકાશિત કરે છે. આઇટી રુલ્સ 2021 મુજબ અમે 16 જુનથી 31 જુલાઈના 46 દિવસના સમયગાળા માટે બીજો માસિક અહેવાલ પ્રકાશિત કર્યો છે, એમ વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું. નવા આઇટી નિયમ 26મેથી અમલી થયા છે. આ નિયમ મુજબ 50 લાખથી વધારે યુઝર્સ ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મે દર મહિને કોમ્પ્લાયન્સ રિપોર્ટ આપવો પડશે, તેમા તેને મળેલી ફરિયાદો અને લીધેલા પગલાની વિગત આપવી પડશે.

Whatsapp Join Banner Guj