Bhavnagar collage protest

Parekh College: પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો.

Parekh College: ભાવનગર જિલ્લાનાં મહુવા શહેર માં આવેલી પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો.

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , ૦૩ સપ્ટેમ્બર:
Parekh College: મહુવા શહેરમાં આવેલી પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓને બી.કોમ સેમ-૧ માં ગવર્મેન્ટમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા. ગવર્મેન્ટ એડમિશન સરકાર આપવા તૈયાર છે. તેમજ યુનિવર્સિટી પણ તૈયાર છે.

આ પણ વાંચો…Bhadarvi Poonam pagyatra: બોલ મારી અંબે ના નાદ સાથે ભક્તોએ ભાદરવી પૂનમની પગયાત્રા શરૂ કરી

ત્યારે સવાલ એ થાય કે આ પારેખ કોલેજના (Parekh College) ટ્રસ્ટીઓ એડમિશન આપવા માટે કેમ તૈયાર નથી. તેવા સવાલો ઉઠ્યા છે. મહુવા શહેર‌ તથા ગ્રામ્ય વિસ્તારનાં ‌વિદ્યાર્થીઓને સ્થાનિક કોલેજમાં ગવર્મેન્ટ એડમિશન ના‌ મળે ત્યારે વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં તે સવાલ વિદ્યાર્થીઓમાં ઉઠાવ્યો

આ બાબતે ABVP ટીમ દ્વારા વિદ્યાર્થીઓનાં ન્યાય માટે પારેખ કોલેજનાં ગેટ પાસે આંદોલન પર બેસવામાં આવ્યા.

Whatsapp Join Banner Guj