Blood donation camp in ambaji

Blood donation camp in ambaji: અંબાજી વણજારા સમાજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

Blood donation camp in ambaji: 100 ઉપરાંત બોટલો રક્ત પાલનપુરની વોલન્ટરી બ્લડ બેંક દ્વારા એકત્રિત કરવામાં આવી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 08 એપ્રિલ: Blood donation camp in ambaji: આજે વિશ્વ બંજારા દિવસ છે ને ગુજરાત અને રાજ્સ્થાનમાં બંજારા કોમ ના વણજારા સમાજના લોકો દ્વારા કોઈપણ જાત ની શોભાયાત્રા કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ ખર્ચ કરવાના બદલે જરૂરિયાતમંદો ને લોહી પૂરું પાડી શકાય તે માટે અંબાજી વણજારા સમાજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સામુહિક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેને પાલનપુરના હીરાદેવી ભગવાનદાસ ગુપ્તા ટ્રસ્ટના જાણીતા ફિજિશિયન ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું, આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં માત્ર વણજારા સમાજ જ નહીં પણ અન્ય સમાજ ના લોકો અને વેપારીઓ એ પણ રક્તદાન કર્યું હતું. જે 100 ઉપરાંત બોટલો રક્ત પાલનપુરની વોલન્ટરી બ્લડ બેંક દ્વારા એકત્રિત કરવામાં આવી હતી.

ડો.સુરેન્દ્ર ગુપ્તા (ફિજિશિયન) પાલનપુર જણાવાયુ હતુ કે દેશ માં જ્યા 100 ટકા લોહી ની માંગ છે ત્યા માત્ર 50 ટકા જ મળે છે ને જો આવીજ રીતે દરેક સમાજ રક્તદાન કરવા લાગશે તો કદાચ લોહીની માંગ મે પહોટી વળવા આપણે સક્ષમ બની શકીશુ.

આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકાના પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ, વણઝારા સમાજ ના પ્રમુખ સોહનલાલ વણઝારા, વસંત વણઝારા, હેમાજી, કાનજી ભાઇ વિગેરે ઉપસ્થત રહ્યાં હતાં

આ પણ વાંચો: Trains affected news: મકરપુરા-વરનામા સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ બ્લોકનાં કારણે આ ટ્રેનોને થશે અસર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો